Breaking News :
અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મામલે બે ભારતીય નાગરિકો સહત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, રસ્તાઓ પર ઘીની નદીઓ વહી દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદી સહિત દિગ્ગજો હાજર રહેશે પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં પતિ-પત્ની સહિત ત્રણના મોત, ચાલક ફરાર દિલ્હીમાં SIR વિરોધમાં CJPને ઝટકો, આશુતોષ રાંકા અને સૌરવ દાસની કસ્ટડી વધી, કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો અલ્બાનિયાની તિરાનામાં વડાપ્રધાન એડી રામાની સામે લોકોનો આક્રોશ ફાટ્યો, સુપ્રીમ કોર્ટ સળગાવી, મંત્રાલયોમાં તોડફોડ કરી

દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદી સહિત દિગ્ગજો હાજર રહેશે

October 20, 2026

સમગ્ર દેશમાં આજે વિજયાદશમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે દિલ્હીમાં દશેરાની ઉજવણી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. દ્વારકા સેક્ટર-10માં દ્વારકા શ્રી રામલીલા સોસાયટી દ્વારા આયોજિત રામલીલાના સમાપન પ્રસંગે આજે 221 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

દ્વારકા ઉપરાંત પૂર્વ દિલ્હી અને લાલ કિલ્લા મેદાનમાં પણ આજે દશેરાના ભવ્ય કાર્યક્રમો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પૂર્વ દિલ્હીના પટપડગંજ સ્થિત આઈપી એક્સટેન્શન રામલીલા સમિતિના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં રામ-રાવણ યુદ્ધના મંચન બાદ રાવણદહન કરવામાં આવશે. આ કાર્યક્રમની વિશેષતા એ રહેશે કે વડાપ્રધાનની હાજરીમાં નકલી દવાઓના વેપારના પ્રતીકાત્મક પૂતળાનું પણ દહન કરવામાં આવશે.

લાલ કિલ્લા મેદાનમાં લવ-કુશ રામલીલા સમિતિના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન હાજર રહેશે. અહીં રામલીલાના અંતિમ પ્રસંગોના મંચન બાદ રાવણદહન થશે. બીજી તરફ નવશ્રી ધાર્મિક લીલા સમિતિના દશેરા કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ભાગ લેશે. આમ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં યોજાનારા આજના કાર્યક્રમોમાં દેશના ટોચના નેતાઓની હાજરી આ વર્ષની વિજયાદશમીને વિશેષ બનાવશે.