Breaking News :
થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતાં પણ વધુ જઘન્ય ગણાવ્યું, સીબીઆઈએ 94 પાનાની ચાર્જશીટ દાખલ કરી

રાહુલ ગાંધીનું X એકાઉન્ટ સસ્પેન્ડ કરો, ભાજપની માગથી રાજકીય ગરમાવો

November 11, 2024

: ભાજપે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરીને ચૂંટણી પંચમાં પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે. પત્રમાં રાહુલના ટ્વિટનો ઉલ્લેખ કરાયો છે. ભાજપે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે, ‘સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’એ તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવું જોઈએ તેમજ વાંધાજનક સામગ્રી હટાવવી જોઈએ. ભાજપના પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, ચૂંટણી પંચ રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અને ફોજદારી ટ્રાયલ શરૂ કરવા માટે રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારીને નિર્દેશ આપે. ભાજપે આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના સ્ટાર કેમ્પેનર રાહુલ ગાંધીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી સોશિયલ મીડિયા હેન્ડર એક્સ પર વાંધાજનક સામગ્રી પોસ્ટ કરી છે. ભાજપે ફરિયાદ પત્રમાં રાહુલ ગાંધીના ટ્વિટનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. રાહુલ ગાંધીએ 25 નવેમ્બરે સવારે 8.00 કલાકે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં રાજસ્થાનમાં કોંગ્રેસની ચૂંટણી ગેરેન્ટીનો ઉલ્લેખ કરાયો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે, ‘મતદાનના 48 કલાક પહેલા આચાર સંહિતા લાગુ પડી જાય છે અને આ દરમિયાન કોઈપણ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરી શકાતો નથી, તેથી રાહુલ ગાંધીએ આ ટ્વિટ કરીને પીપલ્સ એક્સ 1951ની કલમ 126નું ઉલ્લંઘન કર્યું છે. આવા ઉલ્લંઘનના કેસમાં બે વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.