તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ
August 08, 2026
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ લોઅર કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લેતા કેસ બંધ થયો છે. ગઈ કાલે આ અરજી પર સુનાવણી થઈ ત્યારે સંગીતા વીડિયો કોન્ફરન્સિંગ મારફત કોર્ટમાં હાજર થઈ હતી અને કેસ ન ચલાવવાના કારણો સમજાવ્યા હતા, ત્યારબાદ કોર્ટે કેસ બંધ કર્યો હતો. બંનેના લગ્ન 1999 માં થયા હતા અને 27 વર્ષ પછી આ સંબંધ તૂટવાના આરે હતો.
ફેબ્રુઆરી 2026 માં સંગીતાએ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ ચેંગલપટ્ટુ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી લગ્ન રદ કરવાની માગણી કરી હતી. અરજીમાં લગ્નેતર સંબંધ, માનસિક ક્રૂરતા, ઉપેક્ષા અને ત્યાગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અરજી મુજબ સંગીતાને 2021 માં ખબર પડી હતી કે વિજય કથિત રીતે એક એક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ધરાવે છે અને આ સંબંધને કારણે તેને માનસિક સમસ્યાઓ થઈ હતી.
અરજીમાં એવો પણ દાવો કરાયો હતો કે વિજય પરિવારથી દૂર થઈ ગયો હતો, પત્ની સંગીતાને વ્યાવસાયિક અને જાહેર કાર્યક્રમોથી દૂર રાખતો હતો અને ભાવનાત્મક, શારીરિક તથા નાણાકીય સહાય આપવાનું બંધ કર્યું હતું. વિજય અને સંગીતાના લગ્ન 1998 માં યુનાઇટેડ કિંગડમમાં નોંધાયા હતા અને ત્યારબાદ 1999 માં ચેન્નઈમાં વિધિવત રીતે પૂર્ણ થયા હતા. તેમને જેસન સંજય અને દિવ્યા સાશા નામના બે બાળકો છે. આ પહેલા 15 જૂને સ્થાનિક કોર્ટે વિજય અને પત્નીની છૂટાછેડાની કાર્યવાહી મુલતવી રાખી આગામી સુનાવણી 7 ઓગસ્ટે નક્કી કરી હતી.
Related Articles
CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા
CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો...
Aug 08, 2026
છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતાં પણ વધુ જઘન્ય ગણાવ્યું, સીબીઆઈએ 94 પાનાની ચાર્જશીટ દાખલ કરી
છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતા...
Aug 08, 2026
યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગવાની અફવા : ગ્રાહકો અને નાના વેપારીઓ માટે ફ્રી રહેશે , કોઈ એમડીઆર નહીં વસૂલાય
યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગવાની અફવા : ગ...
Aug 08, 2026
હિમાચલ પ્રદેશમાં 22 મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી જતાં 8 મુસાફરોના મોત, અનેક ઘાયલ
હિમાચલ પ્રદેશમાં 22 મુસાફરો ભરેલી ખાનગી...
Aug 08, 2026
આસામમાં સતત વરસાદ અને બ્રહ્મપુત્રના વધેલા જળસ્તરથી 60 વર્ષનું સૌથી ભયાનક પૂર સંકટ, 98ના મોત
આસામમાં સતત વરસાદ અને બ્રહ્મપુત્રના વધેલ...
Aug 08, 2026
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે કહ્યું- Gen Z તો રાષ્ટ્ર ધરોહર
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે...
Aug 07, 2026
Trending NEWS
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026