અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા જાહેર,4 નવા ચેહરાને મળી તક
May 19, 2026
અફઘાનિસ્તાન સામેની આગામી ટેસ્ટ અને વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ આ વખતે અનુભવી અને યુવા ખેલાડીઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. વન-ડે અને ટેસ્ટ બંને ટીમની કપ્તાની શુભમન ગિલને સોંપવામાં આવી છે, જ્યારે ટેસ્ટ ટીમમાં પણ યુવા ખેલાડીઓને મોટી તક મળી છે.
ટેસ્ટ અને વન-ડે ટીમમાં મળીને કુલ 4 નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આમાં એવા ખેલાડીઓ પણ સામેલ છે જેમનું આઈપીએલમાં પ્રદર્શન શાનદાર રહ્યું હતું. અફઘાનિસ્તાન સામેની આ સિરીઝમાં કુલ 4 નવા ચહેરાને મોકો મળ્યો છે, જેમાં માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે અને પ્રિન્સ યાદવ જેવા ખેલાડીઓ સામેલ છે. હર્ષ દુબે અને ગુરનૂર બ્રારનો ટેસ્ટ અને વન-ડે બંને ટીમમાં સમાવેશ કરાયો છે, જ્યારે પ્રિન્સ યાદવ માત્ર વન-ડે ટીમમાં છે.
વન-ડે ટીમમાં નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓ પણ સામેલ છે. બીજી તરફ ઋષભ પંતને વન-ડે સ્ક્વોડમાં સ્થાન મળ્યું નથી. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ફિટનેસ ક્લિયર થયા બાદ વન-ડેસિરીઝ માટે ઉપલબ્ધ રહેશે. કેએલ રાહુલ જ વન-ડે સિરીઝમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. ટેસ્ટ અને વન-ડે બંને સિરીઝ માટે શુભમન ગિલ કેપ્ટનશિપ કરી રહ્યો છે.
અફઘાનિસ્તાન પ્રવાસ માટે ભારતની ટેસ્ટ સ્ક્વોડ : શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), સાઈ સુદર્શન, ઋષભ પંત (વિકેટ કીપર), દેવદત્ત પડિક્કલ, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર).
અફઘાનિસ્તાન પ્રવાસ માટે ભારતની વન-ડે સ્ક્વોડ : શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે.
અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ (હોમ સિરીઝ)
- 6 થી 10 જૂન: એકમાત્ર ટેસ્ટ, મુલ્લાંપુર (ન્યૂ ચંદીગઢ)
- 14 જૂન: પ્રથમ વનડે, ધર્મશાલા
- 17 જૂન: બીજી વનડે, લખનઉ
- 20 જૂન: ત્રીજી વનડે, ચેન્નઈ
ટેસ્ટમાં કેએલ રાહુલ વાઈસ કેપ્ટન રહેશે, જ્યારે ઋષભ પંત પાસેથી વાઈસ કેપ્ટન પદ છીનવાઈ ગયું છે. યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને દેવદત્ત પડિક્કલ જેવા બેટ્સમેનો પર મોટી જવાબદારી રહેશે. વિકેટકીપિંગની જવાબદારી ઋષભ પંત અને ધ્રુવ જુરેલ સંભાળશે. ટેસ્ટમાં બોલિંગમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવ અનુભવી વિકલ્પો હશે, જ્યારે યુવા ખેલાડીઓને પણ પોતાની જાતને સાબિત કરવાની તક મળશે.
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026