Breaking News :
ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા

IPL પહેલા જ થાલા 'આઉટ'! ઈજાના કારણે ધોનીને બે સપ્તાહનો 'આરામ', ત્રણ મોટી મેચ ગુમાવશે

March 28, 2026

ટી20 વર્લ્ડકપ બાદ હવે ભારતના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી આઈપીએલ 2026ની રાહ જોઈ રહ્યા છે. આજે આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટુર્નામેન્ટની પહેલી મેચ રમાવવાની છે. જોકે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકોની ચિંતા વધી છે. ચેન્નઈનો સ્ટાર ખેલાડી ધોની શરૂઆતની મેચોમાં જોવા મળશે નહીં. 

28 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે ધોની અત્યારે 'કાફ સ્ટ્રેઈન'ની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. ડૉક્ટર્સે ધોનીને બે સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપી છે. જેના કારણે તે પ્રથમ બે સપ્તાહમાં મેચમાં જોવા મળશે નહીં.