Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

થરાદ: નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 2 બાળકનો મોત

October 18, 2025

થરાદમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોનો મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. પાણી પીવા જતાં બાળકો કેનાલના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મૃતક બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, થરાદના આજાવાડા ગામ નજીક બે બાળકો નર્મદા કેનાલમાં પાણી પીવા કિનારે ગયા હતા. આ દરમિયાન પગ લપસતાં બાળકો કેનાલમાં ડૂબ્યા હતા. કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાળકો પાણીમાં તણાયા હતા. ઘટનાને લઈને સ્થાનિકો અને પોલીસ દ્વારા શોધખોળ કરીને બંને બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.  બાળકોના મૃત્યુને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ દુર્ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અવારનવાર આ પ્રકારની ઘટનાને લઈને સ્થાનિકોએ તંત્રને કેનાલ પાસે સુરક્ષાને લગતા પગલા લેવા માગ કરી છે.