થરાદ: રાત્રે મહિલાની અટકાયતનો મામલો, તત્કાલીન PI સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ
March 13, 2026
ફરિયાદી ખુશબુબેનના પતિ ઈરફાનશાનું સપ્ટેમ્બર 2025માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ બાબતે શંકા રાખીને થરાદ પોલીસ દ્વારા ખુશબુબેનને પૂછપરછના બહાને બોલાવવામાં આવ્યા હતા. હુકમમાં જણાવ્યા મુજબ, 01 થી 04 નવેમ્બર, 2025 સુધી ખુશબુબેનને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે પણ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને પતિને ઝેર આપી મારી નાખ્યા હોવાની કબૂલાત કરવા દબાણ કરી પટ્ટા વડે તેમજ લાફા મારીને ગંભીર રીતે શારીરિક ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.
સમગ્ર મામલે કોર્ટે સીસીટીવી ફૂટેજ, મેડિકલ સર્ટિફિકેટ અને ડી.વાય.એસ.પી.ના તપાસ અહેવાલને ધ્યાને લીધા બાદ નોંધ્યું હતું કે, મહિલાને સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા પોલીસ સ્ટેશનમાં રાખવી એ કાયદાનું ઉલ્લંઘન છે. મેડિકલ રિપોર્ટમાં મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે, જે પોલીસ ટોર્ચરની પુષ્ટિ કરે છે. આમ, સુપ્રીમ કોર્ટના 'ડી.કે.બાસુ' ચુકાદાની માર્ગદર્શિકાનો સરેઆમ ભંગ થયો છે.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026