Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ભાજપ નેતાએ અર્ધનગ્ન થઈ ખુદને ચાબુક મારી, 48 દિવસ કરશે ઉપવાસ

December 27, 2024

તમિલનાડુ : તમિલનાડુમાં અન્ના યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની સાથે થયેલાં કથિત યૌન ઉત્પીડનનો મામલો ગરમાઈ રહ્યો છે. આ ઘટનાએ રાજ્યની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. ભાજપ અને અન્નાદ્રમુકે (AIADMK) આ મુદ્દે ગુરૂવારે (26 ડિસેમ્બર) વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપે આરોપ લગાવ્યો કે, આરોપી દ્રવિડ મુનેત્ર કષગમ (દ્રમુક)નો પદાધિકારી છે. જોકે, સત્તાધારી પાર્ટી દ્રમુકે (DMK) આ આરોપોને નકારી દીધા છે.


ભાજપની તમિલનાડુ એકમના પ્રમુખ કે. અન્નામલાઈના આરોપીની દ્રમુક નેતાઓ સાથે તસવીરો જોતા આરોપ લગાવવામાં આવ્યો કે, આરોપી સત્તાધારી પાર્ટીની વિદ્યાર્થી શાખાનો પદાધિકારી છે. તેઓએ દાવો કર્યો કે, આરોપીએ પાર્ટી સાથે જોડાયેલા હોવાના કારણે ગુનાને અંજામ આપ્યો અને પોલીસે તેના પર કાર્યવાહી નથી કરી. વિરોધ પ્રદર્શન વધુ પ્રભાવી બનાવવા માટે અન્નામલાઈએ એલાન કર્યું કે, તે શુક્રવારે પોતાના આવાસની બહાર પોતાને છ વાર ચાબુક મારશે. તેઓએ કહ્યું કે, જ્યાં સુધી DMK સરકાર સત્તામાં છે તે ચંપલ નહીં પહેરે અને ખુલ્લા પગે જ રહેશે. ત્યારબાદ ભાજપ તમિલનાડુ અધ્યક્ષ કે. અન્નામલાઈએ શુક્રવારે (27 ડિસેમ્બર) કોયંબટૂરમાં પોતાના આવાસની બહાર પોતાને ચાબુક મારીને પોલીસ અને રાજ્ય સરકારની ઉદાસીનતાનો વિરોધ કર્યો હતો.

આ મામલે વિરોધ કરી રહેલાં અન્નાદ્રમુકે સીનિયર નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. ભાજપના સીનિયર નેતા અને પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને પણ પોલીસની કાર્યવાહીની નિંદા કરતા કહ્યું કે, યૌન અપરાધ વધી રહ્યા છે અને સરકાર તેમજ પોલીસ નિષ્ક્રિય બની ગઈ છે. સુંદરરાજને ભાર દઈને કહ્યું કે, તેઓને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને સરકારને આ મામલે કડક પગલાં લેવા જોઈએ.