Breaking News :
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233 કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર

મહાકુંભ જતાં પિકઅપની SUV સાથે ટક્કર, માતા-પુત્ર અને નાનાનું મોત

February 09, 2025

ચિત્રકૂટ- મધ્ય પ્રદેશ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં મહાકુંભ માટે લોકોને પ્રયાગરાજ લઇ જઇ રહેલી એક મિની ટ્રક (પિકઅપ) અને એક એસયુવી કાર વચ્ચે ટક્કર સર્જાતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ કરી હતી.  આ ગમખ્વાર અકસ્માત સતના-ચિત્રકૂટ સ્ટેટ હાઇવે પર ગત મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ સર્જાયો હતો. મિની ટ્રક (પિકઅપ) અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પિકઅપમાં ભરેલો સામાન વેરવિખેર થઇ ગયો હતો. પિકઅપમાં સવાર મહેન્દ્ર પટેલ (52) તેમની પુત્રી મનીષા પટેલ (31) અને મનીષા પટેલના પુત્ર (જીતેન્દ્ર પટેલ)નું મૃત્યુ નીપજ્યું હતું. એટલે કે મૃતકોમાં માતા-પુત્ર અને નાનાનો સમાવેશ થાય છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો. જોકે પોલીસે ક્રેનની મદદથી પિકઅપને ખસેડીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પિકઅપ વાન લોકોને મધ્ય પ્રદેશના જબલપુરથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લઇ જઇ રહી હતી. તો બીજી તરફ એસયુવીમાં સવાર લોકો પ્રયાગરાજથી ચિત્રકૂટ થઇ દમોહ જઇ રહ્યા હતા. બંને વાહનોમાં સવાર અન્ય 10 લોકોને ઇજા પહોંચી છે. તેમની સતના હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.