'દલાઈ લામા જે નિર્ણય લેશે તેનું પાલન કરીશું', ઉત્તરાધિકારી મામલે ભારતનો ચીનને કડક સંદેશ
July 06, 2025
માત્ર તિબેટના ધર્મગુરૂઓ પાસે છે અધિકાર, દલાઈના ઉત્તરાધિકારી પર થઈ રહ્યો વિવાદ
તિબેટ : તિબેટના ધર્મગુરૂ દલાઈ લામાના 90માં જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, પરમ પાવન દલાઈ લામા, નિશ્ચિત પરંપરાઓ અને રિવાજ અનુસાર જે પણ નિર્ણય લેશે, તેને અમે સૌ સંપૂર્ણપણે માન્ય ગણીશું. અને દલાઈ લામા તરફથી આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરીશું. રિજિજૂએ દલાઈ લામાને સંબોધિત કરતાં કહ્યું કે, તમારી પવિત્રતા, એક આધ્યાત્મિક નેતાથી પણ અધિક છે. તે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિશ્વ વચ્ચેનો જીવંત સેતુ છે. અમે અમારા દેશમાં તેમની ઉપસ્થિતિને ધન્ય ગણીએ છીએ. જેને તેઓ પોતાની આર્યભૂમિ માને છે.
ઉલ્લેખનીય છે, દલાઈ લામાના ઉત્તરાધિકારીના નામ પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. ચીને નિવેદન જાહેર કરી જણાવ્યું કે, દલાઈ લામાએ પોતાના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે ચીન સરકારની મંજૂરી લેવી પડશે. ચીનના નિયમો, કાયદા, અને ધાર્મિક તથા ઐતિહાસિક પરંપરાઓનું પાલન કરવુ પડશે. ચીનના આ પ્રકારના નિવેદનનો દલાઈ લામાએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો.
ચીનની દલાઈ લામા વિરૂદ્ધની અડોડાઈનો તેમણે આકરો જવાબ આપ્યો હતો કે, મારા ઉત્તરાધિકારીને માન્યતા આપવાનો અધિકાર માત્ર તિબેટના ધર્મગુરૂઓ પાસે છે. કોઈને પણ આ મામલે હસ્તક્ષેપ કરવાની સત્તા નથી. જ્યારે ભારત સરકારે દલાઈ લામાના નિર્ણયને સમર્થન આપતાં ચીન નારાજ થયું હતું. કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે, દલાઈ લામાને પોતાના ઉત્તરાધિકારી પસંદ કરવાનો હક છે. રિજિજૂના આ સમર્થન પર ચીને નારાજગી વ્યક્ત કરી હતી. ચીને ગત શુક્રવારે કહ્યું હતું કે, તિબેટ સાથે સંકળાયેલા મુદ્દા પર ભારતે સાવચેતી રાખવી જોઈએ. જેના પર વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો હતો કે, ભારત સરકાર આસ્થા અને ધાર્મિક પ્રથાઓ સાથે જોડાયેલા મામલામાં કોઈ વલણ કે નિવેદન આપતી નથી.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026