IPLમાં કરોડોમાં વેચાયેલા 4 ભારતીય ખેલાડીઓને નિરાશાજનક પ્રદર્શન ભારે પડશે, T20 ટીમમાંથી કાઢી મૂકાશે?
June 09, 2025
1. મોહમ્મદ શમી : અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે રમ્યો, પરંતુ તેમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું. 9 મેચમાં તેણે માત્ર 6 વિકેટ લીધી. પંજાબ કિંગ્સ સામે તેણે 4 ઓવરમાં 75 રન આપ્યા! 10 કરોડમાં ખરીદાયેલા શમીને પછીથી પ્લેઈંગ-11માંથી બહાર કરી દેવાયો. પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ અને ખલીલ અહેમદ જેવા બોલર સારા ફોર્મમાં હોવાથી હવે શમીની T20 ટીમમાં જગ્યા મુશ્કેલ છે.
2. રિંકુ સિંહ : ડાબોડી બેટર રિંકુ સિંહને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ 13 કરોડમાં રીટેન કર્યો હતો, પરંતુ તે અપેક્ષા પર ખરી ઉતાર્યો નહીં. 11 ઇનિંગ્સમાં તેણે 153.73ના સ્ટ્રાઈક-રેટથી માત્ર 206 રન બનાવ્યા. IPL 2024 પછી તેનું ફોર્મ સતત ગગડતું રહ્યુંછે, જેના કારણે તેની ભારતીય T20 ટીમમાંથી બાદબાકીનો ખતરો છે.
3. રવિ બિશ્નોઈ : લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા 11 કરોડમાં રીટેન કરાયેલા લેગ-સ્પિનર રવિ બિશ્નોઈ પણ આ સીઝનમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. 11 મેચમાં તેણે માત્ર 9 વિકેટ લીધી અને તેમનો ઇકોનોમી રેટ 10.83 રહ્યો, જે સ્પિનર માટે ઘણો ખરાબ ગણી શકાય. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી જેવા વિકલ્પો ઉપલબ્ધ હોવાથી, બિશ્નોઈની T20 ટીમમાં જગ્યા પર પ્રશ્ન છે.
4. નીતીશ કુમાર રેડ્ડી : ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં ભારતીય ટીમમાં હતો, પરંતુ ઈજાને કારણે બહાર થવું પડ્યું. IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. 13 મેચમાં તેણે માત્ર 182 રન બનાવ્યા અને 3 ઇનિંગ્સમાં 2 વિકેટ લીધી. 6 કરોડમાં રીટેન કરાયેલા નીતીશ પણ અપેક્ષા પર ખરો ઉતારી શક્યો નહીં.
Related Articles
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026