Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

રૂ.350 કરોડમાં બનેલી ફિલ્મ છઠ્ઠા દિવસે ત્રણ કરોડની કમાણી પણ ન કરી શકી, સુપરસ્ટાર સામે ઉઠ્યા સવાલ

November 20, 2024

શિવા દ્વારા દિગ્દર્શિત અને સુપરસ્ટાર સૂર્યા સ્ટારર એક્શન ડ્રામા ફિલ્મ 'કંગુવા' વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક હતી. જો કે, થિયેટરોમાં રિલીઝ થયા બાદ ફિલ્મ પહેલા જ દિવસે ફ્લોપ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મોટાભાગે નેગેટિવ રિવ્યૂ મળ્યા છે. આ સાથે જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ છે અને કમાણીના મામલે પછડાઈ ગઈ છે.  હવે સુપરસ્ટાર સામે સવાલ ઉઠી રહ્યા છે. ચાલો જાણીએ કે 'કંગુવા'એ તેની રિલીઝના છઠ્ઠા દિવસે એટલે કે મંગળવારે કેટલી કમાણી કરી? 'કંગુવા' સિનેમાઘરોમાં મોટી અપેક્ષાઓ સાથે રિલીઝ થઈ હતી. જો કે, ફિલ્મના દર્શકોને ભારે નિરાશા મળી છે. સૂર્યાની આ ફિલ્મની નબળી પ્લોટ, ખરાબ સ્ક્રિપ્ટ અને અત્યંત લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિકના કારણે ફિલ્મની ખૂબ ટીકા થઈ રહી છે. આ ફિલ્મ પ્રથમ અઠવાડિયામાં જ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ ગઈ અને હવે આ મોટા બજેટની ફિલ્મ બોક્સ ઓફિસ પર ચંદ કરોડની કમાણી કરવા માટે સંઘર્ષ કરી રહી છે. ફિલ્મની કમાણીની વાત કરીએ તો 'કંગુવા'એ રિલીઝના પ્રથમ દિવસે 24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 9.5 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે 'કંગુવા'એ 9.8 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ ચોથા દિવસે ફિલ્મે 10.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને પાંચમા દિવસે, આ પીરિયડ એક્શન ડ્રામાએ 3.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે ફિલ્મની રિલીઝના છઠ્ઠા દિવસ એટલે કે પ્રથમ મંગળવારની કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે.