ભારતમાં 1200 કરોડ કમાનાર પ્રથમ ફિલ્મ બની 'પુષ્પા-2', રિલીઝના 32મા દિવસે રેકોર્ડ સર્જ્યો
January 06, 2025
પુષ્પા 2 તેની રિલીઝના એક મહિના પછી પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સુકુમારની ફિલ્મ પુષ્પાના પહેલા ભાગે પણ કમાણીના મામલામાં જોરદાર રેકોર્ડ તોડ્યા હતા, પરંતુ પુષ્પા 2ની સામે કોઈ પણ ફિલ્મ માટે થિયેટરમાં ટકી રહેવું મુશ્કેલ બની ગયું છે. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ક્રેઝ સમય સાથે વધી રહ્યો છે. જે ફિલ્મ રિલીઝના 32મા દિવસના કમાણીના આંકડા પરથી જોઈ શકાય છે. સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રશ્મિકા મંદાના અને ફહદ ફાસીલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ભારતમાં આ ફિલ્મે તમામ ભાષાઓમાં મળીને 1200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ વર્લ્ડવાઈડ કલેક્શનમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પુષ્પા-2 શુક્રવારે તેના પાંચમા સપ્તાહમાં પ્રવેશી હતી. જ્યાં કેટલીક ફિલ્મો માટે બોક્સ ઓફિસ પર ટકી રહેવું મુશ્કેલ છે. ત્યારે આ ફિલ્મ તેની રિલીઝના 32મા દિવસે પણ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. પુષ્પા-2નો ફિવર ઓછો થવાના સંકેતો દેખાતા નથી. ફિલ્મે શનિવારે 5.5 કરોડનું કલેક્શન કર્યું હતું. આ પછી હવે રવિવારે કમાણીમાં વધારો થયો છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ પછી ઘણી ફિલ્મો મોટા પડદા પર આવી, પરંતુ કોઈ આટલા લાંબા સમય સુધી ચાલી શકી નહિ. વરુણ ધવનની ફિલ્મ 'બેબી જ્હોન' બીજા અઠવાડિયે જ ઉતરી ગઈ, તેમજ ઉન્ની મુકુંદનની 'માર્કો અને મોહનલાલની બેરોઝ' 3D ફિલ્મ પણ પુષ્પા-2 ને પડકારવામાં નિષ્ફળ રહી છે. અત્યારે એ જોવાનું રસપ્રદ રહેશે કે નવા વર્ષમાં રિલીઝ થનારી ફિલ્મો અલ્લુ અર્જુનની ફિલ્મ પર કોઈ અસર કરશે કે કેમ.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથ...
29 March, 2026
ઈરાનની ધમકી- US-ઈઝરાયલની શિક્ષણ સંસ્થાઓ ખાલી કરો,...
29 March, 2026
LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા છે : મોદી
29 March, 2026
'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળના મુખ્યમં...
29 March, 2026
7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા,...
29 March, 2026
બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 ઉમેદવારોની જાહેરાત...
29 March, 2026
પ્રિન્સ સુલતાન એરબેઝ પર ઈરાનનો હુમલો, અમેરિકાના સૌ...
29 March, 2026
પાકિસ્તાનની સ્માર્ટ લોકડાઉનની તૈયારી! સરકારે કહ્યુ...
29 March, 2026
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
28 March, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધ...
28 March, 2026