હાઇકોર્ટે આસારામને આપી રાહત, 7 જુલાઈ સુધી હંગામી જામીનની તારીખ લંબાવાઈ
June 27, 2025
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે (27 જૂન)ના રોજ દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત આપી છે. કોર્ટે તેની કામચલાઉ જામીનને 7 જુલાઈ સુધી લંબાવી દીધા છે. આ કેસમાં તે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
જસ્ટિસ ઇલેશ વોરા અને સંદીપ ભટ્ટની ખંડપીઠે અરજીની સુનાવણી દરમિયાન આસારામના હંગામી જામીનને ત્રણ મહિના લંબાવી દીધા હતા, જે અગાઉ 28 માર્ચે આપવામાં આવ્યા હતા. તે જામીન 30 જૂને પૂરા થઈ રહ્યા હતા. 86 વર્ષીય આસારામ સ્વાસ્થ્ય સંબંધિ સમસ્યાને લઈને જામીન પર છે. જામીન એટલા માટે વધારવામાં આવ્યા છે જેથી તેમનો વકીલ અરજીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવી શકે. આ મામલા પર આગામી સુનાવણી 2 જુલાઈએ થશે.
આસારામના વકીલે દસ્તાવેજો જમા કરવા માટે વધુ થોડા દિવસનો સમય માગતા દાવો કર્યો કે કોર્ટે 28 માર્ચે હંગામી જામીન આપ્યા બાદ જોધપુર હાઇકોર્ટમાંથી આદેશ મળવાની પ્રક્રિયાને કારણે 10 દિવસ બરબાદ થઈ ગયા હતા અને આસારામને 9 એપ્રિલે છોડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, ‘તેથી હું બે દિવસનો સમય આપવા વિનંતી કરું છું જેથી જો સોમવારે આ મામલે સુનાવણી થાય, તો હું દસ્તાવેજો રૅકોર્ડ પર રાખી શકું અને તેને વેરિફાઇ કરી શકું.’ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે 'વર્તમાન મામલાના વિશિષ્ટ તથ્યો, ખાસ કરીને નાલસા (નેશનલ લિગલ સર્વિસ ઓથોરિટી)થી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, અમે અસ્થાયી જામીનને 7 જુલાઈ સુધી લંબાવી રહ્યા છીએ.’
Related Articles
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી...
Sep 28, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ...
Sep 28, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાન...
Sep 28, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પ...
Sep 28, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિ...
Sep 28, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026