ચાંદીની કિંમતમાં રૂ. 20 હજારનો વધારો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ: બજાર ખૂલતાં જ હાહાકાર
January 27, 2026
વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા છે. ગ્લોબલ ઇકોનોમીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રોકાણકારો સોના તરફ વળ્યા હોવાથી કિંમતોમાં આ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
આજે ( 27 જાન્યુઆરી, 2026 ) ભારતીય બુલિયન બજારોમાં સોના-ચાંદીના વાયદા ભાવમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. સોનાના ભાવમાં 1.7 ટકા જ્યારે ચાંદીના ભાવમાં 6 ટકાનો વધારો નોંધાયો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,820 રૂપિયાને પાર જતો રહ્યો છે જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 3,54,780 રૂપિયાને પાર થઈ છે.
આજે સવારે માર્કેટ ખૂલતાં જ સોનાના ભાવમાં 2300 રૂપિયાથી વધુ જ્યારે ચાંદીના ભાવમાં 20 હજાર રૂપિયાની તેજી જોવા મળી.
2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે.
સોના-ચાંદીના ભાવમાં વધારાનું કારણ
વૈશ્વિક અસ્થિરતા: અમેરિકા અને મિડલ ઈસ્ટ વચ્ચે યુદ્ધની પ્રબળ આશંકા
ઔદ્યોગિક માંગ: AI ડેટા સેન્ટર્સ અને સોલાર પેનલ્સમાં ચાંદીના વધી રહેલા વપરાશને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ
Related Articles
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ....
Mar 28, 2026
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેર...
Mar 19, 2026
રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112
રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93....
Mar 19, 2026
મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફરી તોતિંગ ઉછાળો, અમેરિકન ફેડની બેઠક પર વિશ્વની નજર
મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફર...
Mar 17, 2026
ગોલ્ડ-સિલ્વરના ભાવમાં કડાકો! ચાંદીની કિંમતમાં એકઝાટકે રૂ. 10 હજારથી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તું
ગોલ્ડ-સિલ્વરના ભાવમાં કડાકો! ચાંદીની કિં...
Mar 16, 2026
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હા...
Mar 11, 2026
Trending NEWS
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
28 March, 2026
28 March, 2026