બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબૂ, હાદી બાદ વધુ એક યુવા નેતાને ગોળી ધરબી દેવાઈ, હાલત ગંભીર
December 22, 2025
બાંગ્લાદેશમાં રાજકીય હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ ભડકેલી હિંસા હજુ શાંત પણ નથી થઈ, ત્યાં હવે ખુલના શહેરમાં વધુ એક યુવા નેતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP)ના કેન્દ્રીય શ્રમિક સંગઠનના નેતા મોહમ્મદ મોતાલેબ સિકંદરને સોમવારે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો ખુલના શહેરના ગાઝી મેડિકલ કોલેજ હોસ્પિટલ પાસે થયો હતો. હુમલાખોરોએ મોતાલેબ સિકદરના માથાને નિશાન બનાવીને ગોળી ચલાવી હતી, જે તેમના કાન પાસેથી પસાર થઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા મોતાલેબને તાત્કાલિક ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોના જણાવ્યા મુજબ, ગોળી ત્વચાને ભેદીને બીજી બાજુથી નીકળી ગઈ હોવાથી હાલત ગંભીર છે. NCPના ખુલના મહાનગરપાલિકાના આયોજક સૈફ નવાઝે જણાવ્યું કે, મોતાલેબ સિકદર NCPના શ્રમિક સંગઠન 'જાતીય શ્રમિક શક્તિ'ના કેન્દ્રીય આયોજક અને ખુલના ડિવિઝનના સંયોજક હતા. તેમની પાર્ટી આગામી દિવસોમાં ખુલનામાં એક મોટી શ્રમિક રેલીનું આયોજન કરવાની હતી અને મોતાલેબ સિકદર તેની જ તૈયારીઓમાં વ્યસ્ત હતા. આ હુમલાને રાજકીય અદાવત સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
Related Articles
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથ...
May 16, 2026
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026