IPLમાં ‘હની-ટ્રેપ’નો ખતરો! ખેલાડીઓને બચાવવા BCCIની 7 પાનાંની ગાઈડલાઈન, જલ્દી લાગુ થશે નવા નિયમો
May 09, 2026
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL દરમિયાન ખેલાડીઓની સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે અત્યંત કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. BCCIના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ સ્પષ્ટ કર્યું છે કે, ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ સુધી પહોંચવા પર નિયંત્રણ રાખવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે સુરક્ષા જોખમને ટાળી શકાય. હવે ચાહકો કે બિનઅધિકૃત વ્યક્તિઓ ટીમ હોટલ, ટીમ બસ કે ખેલાડીઓના અંગત વિસ્તારોમાં તેમને મળી શકશે નહીં. કોઈપણ ખેલાડી કે અધિકારીના રૂમમાં ટીમ મેનેજરની મંજૂરી વગર કોઈ જઈ શકશે નહીં, પછી ભલે તે મિત્ર કે સંબંધી કેમ ન હોય. BCCIએ તમામ 10 ફ્રેન્ચાઈઝીને 7 પાનાની ગાઈડલાઈન મોકલી છે, જેમાં ખેલાડીઓને હની-ટ્રેપ જેવા સંભવિત જોખમોથી સાવધ રહેવા જણાવાયું છે. ફ્રેન્ચાઈઝીઓ નિયમોનું પાલન કરે છે કે નહીં તે જોવા માટે બોર્ડ ગમે ત્યારે અચાનક તપાસ પણ કરશે. તાજેતરમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગનો ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતો વીડિયો સામે આવ્યો જ્યારે યુઝી ચહલ પણ ફ્લાઇટમાં વેપિંગ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયા બાદ બોર્ડે કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે ચેતવણી આપી છે કે ભારતમાં ઈ-સિગારેટ પ્રતિબંધિત છે અને જો કોઈ ખેલાડી આવું કરતા ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. મેચ દરમિયાન ફ્રેન્ચાઈઝી માલિકો ડગઆઉટમાં ખેલાડીઓ, કોચ કે સપોર્ટ સ્ટાફ સાથે વાતચીત કરી શકશે નહીં. બોર્ડનું માનવું છે કે, આનાથી રમત દરમિયાન બિનજરૂરી દબાણ અને બહારની દખલગીરી ઓછી થશે. આ નવા નિયમોનો ઉદ્દેશ્ય IPLને વધુ સુરક્ષિત અને પ્રોફેશનલ બનાવવાનો છે જેથી ટૂર્નામેન્ટની વિશ્વસનીયતા જળવાઈ રહે.
Related Articles
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા લાખો ફોલોઅર્સ, ઈન્સ્ટાગ્રામે કરી સાફસફાઈ
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ...
May 09, 2026
IPL 2026: 47 બોલમાં 10 છગ્ગા સાથે 100 રન... ફિન એલેનની સદીએ દિલ્હી KKRને અપાવી જીત
IPL 2026: 47 બોલમાં 10 છગ્ગા સાથે 100 રન...
May 09, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે કરી બતાવ્યું, રચ્યો ઇતિહાસ!
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કે...
May 09, 2026
IPL 2026, DC vs CSK : ચેન્નાઈનો દિલ્હી સામે 8 વિકેટે શાનદાર વિજય, સંજૂ સેમસન છવાયો
IPL 2026, DC vs CSK : ચેન્નાઈનો દિલ્હી સ...
May 06, 2026
IPL 2026: 'મને ક્યારેય T20નો બેટર ન ગણવામાં આવ્યો..', કેએલ રાહુલનું દર્દ છલકાયું
IPL 2026: 'મને ક્યારેય T20નો બેટર ન ગણવા...
May 06, 2026
ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર સંભાળશે સુકાન
ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમન...
May 05, 2026
Trending NEWS
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે...
09 May, 2026