ગેરકાયદે વસાહતીઓ સામેના પગલાંના ભાગ રૂપે અમેરિકા 10,000 ભારતીયોને ભારત પાછા મોકલશે
December 14, 2024
વોંશિગ્ટન: અમેરિકાના નવનિર્વાચિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ તા. ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળશે પછી અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા તમામને તેઓના દેશોમાં પરત મોકલી દેવાશે. આ રીતે અમેરિકાના ઇતિહાસમાં હજી સુધીમાં નોંધાયેલું આ સૌથી મોટું ડીપોર્ટેશન (દેશ-નિકાલ) કરવાનું અભિયાન બની રહેશે. આ માટે અમેરિકાનાં ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અમેરિકામાં આશરે ૧૫ લાખ ગેરકાયદે વસાહતીઓ છે. તેઓને દેશ નિકાલ કરવા માટે વ્યવસ્થા વિચારાઈ રહી છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા અન્ય દેશોના વતનીઓમાં મેક્સિકો પ્રથમ ક્રમે છે તે પછી અલ સાલ્વાડોરના લોકો છે. જ્યારે ત્રીજા ક્રમે આશરે ૭,૨૫,૦૦૦ ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા છે. તેમનો ૧૮૦૦૦નો જથ્થો સૌથી પહેલી ખેપમાં ભારત પરત મોકલવામાં આવશે તે માટે દસ્તાવેજીકરણ શરુ થઈ રહ્યું છે. ઉક્ત આઇસીઈ ડેટા પ્રમાણે પહેલાં જૂથમાં નવેમ્બર ૨૦૨૪માં મૂકેલી ગણતરી પ્રમાણે ૧૭,૯૪૦ ભારતીયોને સ્વદેશ પાછા મોકલવામાં આવશે. આ ડેટા રીલીઝ થયા તે પહેલાં પણ ઑક્ટોબર મહિનામાં અમેરિકાએ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને સ્વદેશ પરત મોકલી દીધા છે. ઑક્ટોબર ૨૨મીએ વિદાય કરેલી આ ફલાઇટ માટે ભારતે પણ પૂરો સહકાર આપ્યો હતો. તેમ ડીપાર્ટમેન્ટ ઑફ હોમ સિક્યોરિટી દ્વારા જણાવવામાં આવ્યું છે. બીજી તરફ હજારો ભારતીયો જેઓનું ડૉક્યુમેન્ટેશન થયું નથી તેઓ પોતાનું સ્ટેટસ લીગલાઈઝ કરવા મથી રહ્યા છે. આ પૈકીના ઘણાએ આઇસીઈ દ્વારા ક્લિયરન્સ મળે તેની રાહમાં બેઠા છે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે...
09 May, 2026