167 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોંગકોંગમાં આવ્યું ‘વિફા’ તોફાન
July 21, 2025
વિફા નામના વાવાઝોડાએ ચીનના હોંગકોંગમાં તોફાને ભારે તબાહી મચાવી છે. આ તોફાનના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તોફાનની સ્પીડ 167 કિલોમીટર પ્રતિ કલાક હતી. તોફાન બાદ ભારે વરસાદે લોકોને સુરક્ષિત સ્થળે સ્થાંતરણનો સમય ન આપ્યો. ભારે પવનને કારણે 400 ફ્લાઈટ્સ અને અવર જવર પર અસર પડી છે. આ સિવાય હજારો વૃક્ષો પણ પડી ગયા હતા.
હોંગકોંગના લોકોએ તોફાનની સાથે ભારે વરસાદની સંકટની આપત્તિ પણ સહન કરવી પડી હતી. તોફાન અને વરસાદને કારણે શહેરનું જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. સ્થાનીય પ્રશાસને સ્કુલ બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે. મોટા આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. મેટ્રો, એરપોર્ટ અને રેલ્વે સેવા પર રોક લગાવવામાં આવી છે. આ સાથે રસ્તા પર ચાલતી ટ્રાન્સપોર્ટ સેવાઓને પણ સ્થગિત કરવામાં આવી છે.
હોંગકોંગ સરકારના જણાવ્યા પ્રમાણે તોફાન દરમિયાન વૃક્ષો પડવાને કારણે 450થી વધુ લોકો ઘાયલ થયા હતા. 250થી વધુ લોકોએ સાર્વજનિક સ્થળો પર જઈને આશરો લીધો હતો. સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ મનોરંજન સ્તળો બંગ રાકવાનો આદેશ કર્યો છે. વિફા તોફાનને કારણે લગભગ 43 હજાર લોકોને ઘર છોડવું પડ્યું હતું. આ તોફાને ફિલીપીન અને તાઈવાનમાં ભારે તબાહી મચાવી હતી. તોફાનને કારણે 400થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું હતું.
Related Articles
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ્રી, પુતિન-ઝેલેન્સ્કીને ફોન કરી આપી મોટી ઓફર
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ...
Jul 05, 2026
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન અંગે દાવ
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ...
Jul 03, 2026
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
Trending NEWS
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
05 July, 2026