Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

આમ આદમી પાર્ટીએ ભાજપને ઘેરવા બનાવી યોજના, મહિલાઓ માટે કરી જાહેરાત

December 15, 2024

દિલ્હી : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીઓની જોરશોરથી તૈયારીઓ કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP)એ મહિલાઓના હિતમાં વધુ એક જાહેરાત કરી ભાજપ ચિંતા વધારતી જઈ રહી છે. AAP દિલ્હીની કાયદો-વ્યવસ્થા મુદ્દે સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે, ત્યારે પાર્ટીએ આવતીકાલે (16 ડિસેમ્બર) મહિલા અદાલત’ યોજવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ ઉપસ્થિત રહેશે.
AAP મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા મુદ્દે મહિલા અદાલત યોજવાની છે. આ પહેલા ગુરુવારે 12મી ડિસેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલે મહિલા સન્માન નિધિ’ હેઠળ મહિલાઓને મળતા નાણાં બમણાંથી પણ વધુ એટલે કે, 1000 હજારથી 2100 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે, 'હવે મહિલા સન્માન નિધિમાં મહિલાઓને 1000 રૂપિયા મળશે, ચૂંટણી જીત્યા પછી તેને વધારીને 2100 રૂપિયા કરી દેવામાં આવશે.'
દિલ્હીમાં મહિલા અદાલત’ યોજવાની જાહેરાત કર્યા પહેલા અરવિંદ કેજરીવાલે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીની તમામ ગલીઓમાં બળજબરીથી વસૂલી કરતી ગેંગ અને ગેંગસ્ટર્સ સક્રિય થઈ ગયા છે. આખી રાજધાનીમાં ડ્રગ માફિયાઓ પગ ફેલાવી ચુક્યા છે. મોબાઈલ અને ચેઈન સ્નેચિંગના કારણે દિલ્હીવાસીઓ હેરાન થઈ ગયા છે. વર્તમાન સમયમાં ગુનેગારોને કોઈ ખોફ જ રહ્યો ન હતો, તેમ દિલ્હીના રસ્તાઓ પર ધોડે દિવસે ગોળીબાર, હત્યા, અપહરણ અને ચાકુ મારવાની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.