હોબાળો ટાળવા મેટાએ પહેલા વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યો, ઈમેલ કરી 8000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
May 20, 2026
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સે ઓફિસમાં હોબાળો ટાળવા માટે કર્મચારીઓને પહેલા વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યો હતો અને ત્યારબાદ પોતાના કુલ કર્મચારીઓમાંથી આશરે 10% એટલે કે 8000 જેટલા કર્મચારીઓની સામૂહિક છટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપનીના આ નિર્ણયથી આખી દુનિયા ચોંકી ગઈ છે.
અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વભરના કર્મચારીઓને આંચકો આપનારી આ છટણીની શરૂઆત સિંગાપોર હબથી થઈ છે. સિંગાપોરમાં કર્મચારીઓને સવારે 4 વાગ્યે અને ભારતીય સમય અનુસાર રાત્રે 1:30 વાગ્યે ઇમેઇલ મોકલીને નોકરીમાંથી મુક્ત કરી દેવાયા હતા.
મેટા કંપનીએ આ છટણી ખૂબ જ ગુપ્ત અને શાંતિપૂર્વક આટોપી લેવા માટે એક અનોખી રણનીતિ અપનાવી હતી. કંપનીએ અમેરિકા અને બ્રિટન સહિતના તમામ કર્મચારીઓને અગાઉથી જ કહી દીધું હતું કે તેઓ ઓફિસે ન આવે અને ઘરેથી જ કામ કરે. ઓફિસમાં કોઈ હોબાળો ન થાય, કર્મચારીઓ વચ્ચે કોઈ ચર્ચા ન થાય અને કોઈ વિરોધ પ્રદર્શન ન જોવા મળે તે માટે આ કીમિયો અપનાવાયો હતો. કર્મચારીઓ ઘરે બેઠા હતા ત્યારે જ જુદા-જુદા ટાઈમ ઝોન પ્રમાણે તેમના ઇમેઇલ પર નોકરીમાંથી કાઢી મૂકવાના મેસેજ આવવા લાગ્યા હતા.
બીજી તરફ, આ દરમિયાન એક ચોંકાવનારો અહેવાલ પણ સામે આવ્યો હતો કે કંપની પોતાના એક નવા ઇન્ટરનલ ટૂલ દ્વારા કર્મચારીઓની દરેક ગતિવિધિ પર ગુપ્ત નજર રાખી રહી છે. આ ટૂલની મદદથી કર્મચારીઓના માઉસના હલનચલન અને કીબોર્ડના કી-સ્ટ્રોક્સ (ટાઇપિંગની સ્પીડ અને પેટર્ન)નું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જેથી ભવિષ્યમાં AI સિસ્ટમને ટ્રેન કરી શકાય.
કંપની દ્વારા કરવામાં આવી રહેલી આ પ્રકારની જાસૂસીનો કર્મચારીઓએ અંદરખાને ભારે વિરોધ કર્યો હતો. પોતાની પ્રાઇવસી જોખમાતી જોઈને કંપનીના 1000થી વધુ કર્મચારીઓએ એકઠા થઈને આ સિસ્ટમ સામે એક વિરોધ પિટિશન સાઇન કરી હતી.
માત્ર મેટા જ નહીં, આખી ટેક દુનિયામાં ચાલી રહી છે છટણી
- Cisco Systems: ગયા અઠવાડિયે જ 4,000 કર્મચારીની છટણી કરવામાં આવી હતી.
- Oracle: એપ્રિલ મહિનામાં વહેલી સવારે ઇમેઇલ મોકલીને આશરે 20,000થી 30,000 કર્મચારીઓની છટણી કરી.
- અન્ય કંપનીઓ: માઇક્રોસોફ્ટ, એમેઝોન, ડિઝની અને ASMLએ પણ મોટા પાયે છટણી અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ (Voluntary Exits)ની જાહેરાત કરી છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026
28 September, 2026