સુરતની યુફોરિયા હોટલમાં સર્જાઇ કરૂણ ઘટના, રમતા રમતા બાળક પાણીમાં પડી જતાં મોત
September 16, 2025
સુરત શહેરમાં આવેલી જાણીતી યુફોરિયા હોટલમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. પરિવાર સાથે જમવા ગયેલા દોઢ વર્ષના બાળકનું પાણીમાં પડી જવાથી કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમવા માટે ગયેલા વિજયભાઈ સોની, તેમના પત્ની અને દોઢ વર્ષનો પુત્ર ક્રિસીવ આ હોટલમાં હતા. આ હોટલ 'પાણીવાળી હોટલ' તરીકે જાણીતી છે, જ્યાં ટેબલની આસપાસ પાણી ભરેલું હોય છે. ક્રિસીવ રમતા રમતા અચાનક પાણીમાં પડી ગયો.
આસપાસના લોકોના જણાવ્યા અનુસાર, બાળક લગભગ 15 મિનિટ સુધી પાણીમાં તરફડિયાં મારતું રહ્યું હતું. જોકે, પરિવાર અને હોટલના સ્ટાફની નજર તેના પર પડી ન હતી. જ્યારે ધ્યાન પડ્યું ત્યારે બાળકને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં હોટલની બેદરકારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ બાળકોની સલામતી અંગે ચિંતા ઉભી કરી છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026