જર્મનીમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે ટ્રેન પાટા પરથી ખડી પડી, 3ના મોત
July 28, 2025
જર્મનીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ જર્મનીમાં એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત મ્યુનિખથી 158 કિલોમીટર (98 માઇલ) પશ્ચિમમાં રીડલિંગેન નજીક થયો હતો.
ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. જોકે, પોલીસે કહ્યું છે કે અકસ્માતના કારણની તપાસ હજુ ચાલુ છે. ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અકસ્માત સ્થળની તસવીરોમાં ટ્રેનના ઘણા કોચ પલટી ગયેલા જોવા મળ્યા હતા, જેમાંથી બચાવ કાર્યકરો મુસાફરોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો. અત્યાર સુધી અધિકારીઓએ ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે. હાલમાં કેટલા લોકો ઘાયલ થયા છે તે સ્પષ્ટ નથી.
Related Articles
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026