ટ્રમ્પે ઓબામા દંપતીને 'વાંદરા' બતાવ્યા બાદ પોસ્ટ ડિલીટ કરી પણ ભૂલ ન સ્વીકારી!
February 07, 2026
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક વિવાદાસ્પદ વીડિયો શેર કર્યો હતો, જેમાં પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને 'એપ'(વાંદરા) તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પક્ષોએ ટ્રમ્પની આકરી ટીકા કરી છે. ભારે વિરોધને પગલે ટ્રમ્પે પોસ્ટ તો ડિલીટ કરી દીધી છે, પરંતુ આ મામલે માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
એક મિનિટના આ વીડિયોમાં 2020ની ચૂંટણીને લગતા જૂના અને પાયાવિહોણા આક્ષેપો ફરી દોહરાવવામાં આવ્યા હતા. વીડિયોના અંતે ઓબામા દંપતીના ચહેરાને વાંદરાના શરીર પર લગાડવામાં આવ્યા હતા અને બેકગ્રાઉન્ડમાં 'દ લાયન સ્લીપ્સ ટુનાઈટ' ગીત વાગી રહ્યું હતું. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમે આ ઘટનાને 'ઘૃણાસ્પદ વર્તન' ગણાવીને તમામ રિપબ્લિકન નેતાઓને તેની નિંદા કરવા અપીલ કરી છે.
નોંધનીય છે કે ટ્રમ્પ અગાઉ પણ આવા વિવાદાસ્પદ AI-જનરેટેડ વીડિયો પોસ્ટ કરવા બદલ ચર્ચામાં રહ્યા છે. આ અગાઉ તેમણે ઓબામાની ધરપકડ અને અન્ય ડેમોક્રેટ નેતાઓની મજાક ઉડાવતા વીડિયો શેર કર્યા હતા. જોકે, આ વિવાદ પર વ્હાઇટ હાઉસે બચાવ કરતા જણાવ્યું હતું કે આ માત્ર એક ઇન્ટરનેટ મીમ વીડિયો છે અને વિરોધ પક્ષ ખોટો આક્રોશ ફેલાવી રહ્યો છે. આટલા હોબાળા છતાં ટ્રમ્પે મક્કમતાથી કહ્યું છે કે, 'મેં કોઈ ભૂલ કરી નથી અને હું માફી માંગીશ નહીં.'
Related Articles
સાઉદી બાદ બહેરીનમાં અમેરિકન બેઝને ઈરાને હચમચાવ્યું, અબુ ધાબીમાં મિસાઈલનો કાટમાળ પડતાં 5 ભારતીયો ઈજાગ્રસ્ત
સાઉદી બાદ બહેરીનમાં અમેરિકન બેઝને ઈરાને...
Mar 28, 2026
અમેરિકામાં હવેથી ડૉલરની નોટો પર ડોનલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર
અમેરિકામાં હવેથી ડૉલરની નોટો પર ડોનલ્ડ ટ...
Mar 28, 2026
નેપાળમાં સરકાર બદલાતા જ પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળમાં સરકાર બદલાતા જ પૂર્વ પીએમ કેપી...
Mar 28, 2026
ઈરાન અને હિઝબુલ્લાહ બાદ યુદ્ધમાં યમનની પણ એન્ટ્રી! ઇઝરાયલ પર ચોતરફી હુમલા શરૂ
ઈરાન અને હિઝબુલ્લાહ બાદ યુદ્ધમાં યમનની પ...
Mar 28, 2026
દુબઈમાં અનરાધાર વર્ષા : ઝરણાઓમાં પૂર વાહન : વ્યવહાર ખોરવાયો : હાઇ-એલર્ટ જાહેર
દુબઈમાં અનરાધાર વર્ષા : ઝરણાઓમાં પૂર વાહ...
Mar 27, 2026
ઇઝરાયલ ફરી ઇરાન પર તૂટી પડયું : શસ્ત્રો બનાવતા કારખાના ઉપર હુમલા
ઇઝરાયલ ફરી ઇરાન પર તૂટી પડયું : શસ્ત્રો...
Mar 27, 2026
Trending NEWS
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026