Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ટ્રમ્પે ફૂડ ટ્રકમાં છુપાઈને 'ગુપ્ત વિમાન'માં ભાગવું પડ્યું! અમેરિકાના સિક્રેટ ઓપરેશનની વિગતો લીક

August 11, 2026

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા અને તેમની તુર્કીયે યાત્રાને લઈને એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ઈરાન તરફથી મળેલી જાનથી મારી નાખવાની ધમકીઓના કારણે ટ્રમ્પને ગુપ્ત રીતે એરપોર્ટના એક કેટરિંગ ટ્રકમાં બેસાડીને સિક્રેટ મિલિટ્રી એરક્રાફ્ટ સુધી પહોંચાડવા પડ્યા હતા.

'ધ વોશિંગ્ટન પોસ્ટ' અને 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલો મુજબ, આ સમગ્ર 'ડિસેપ્શન ઓપરેશન' 8 જુલાઈના રોજ નાટો સમિટ માટે અંકારા ગયેલા ટ્રમ્પની સુરક્ષા માટે હાથ ધરવામાં આવ્યું હતું.

જાહેર કરાયેલા ઓફિશિયલ પ્લાન મુજબ, ટ્રમ્પને કતાર તરફથી મળેલા નવા બોઈંગ 747-8 પ્લેન અથવા જૂના 'એર ફોર્સ વન' થી બ્રિટન જવાનું હતું. પરંતુ, ઈરાનની સરહદ તુર્કીયેને અડીને આવેલી હોવાથી અને ઈરાન પ્રોક્સી દળો તરફથી મોટો ખતરો હોવાથી વ્હાઈટ હાઉસના સિક્યોરિટી ઓફિશિયલ્સે રસ્તો બદલ્યો હતો.

જૂના 'એર ફોર્સ વન' માં બેઠેલા પત્રકારોને આખી ફ્લાઈટ દરમિયાન બારીના પડદા બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી હતી. પાછળથી જ્યારે પત્રકારોએ આ અંગે પૂછ્યું ત્યારે ટ્રમ્પે કટાક્ષમાં કહ્યું હતું કે, કદાચ તમે એક ખતરનાક ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા, પણ જો હું જઈશ તો તમે પણ જશો ને?

ટ્રમ્પને લઈને નાનું C-32A પ્લેન રાત્રે આશરે 10:20 PM વાગ્યે બ્રિટનના RAF મિલ્ડનહોલ પર લેન્ડ થયું હતું. તેના થોડા સમય બાદ મીડિયાવાળું પ્લેન પહોંચ્યું, જ્યાં ટ્રમ્પને ફરીથી જૂના પ્લેનની સીડીઓ પરથી ઉતરતા અને મીડિયાને 'Peace Sign' બતાવતા શૂટ કરાયા હતા.

નોંધનીય છે કે વર્ષ 2000માં પણ પ્રમુખ બિલ ક્લિન્ટન માટે આવો જ પ્લાન કરાયો હતો, જ્યારે પાકિસ્તાન જતી વખતે મેઈન પ્લેનને ચકમો આપવા અનમાર્ક્ડ જેટનો ઉપયોગ કરાયો હતો.