થરાદની નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, 4 લોકો કેનાલમાં પડ્યાની આશંકા
September 21, 2025
થરાદ : બનાસકાંઠાના થરાદમાં આવેલી નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. થરાદના જમડા પુલ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ પાસેથી બાઈક, ચંપલ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેના આધારે ચારેક લોકોએ કેનાલમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાં ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એક જ દિવસમાં આ પ્રકારની ઘટના બનતા લોકોમાં કુતૂહલ અને ચિંતા ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા હતા.
આ ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ કેનાલમાં ડૂબેલા લોકોની ઓળખ અને આ ઘટના પાછળના કારણો જાણવા માટે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026