Breaking News :
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત

દહેજની કેમિકલ કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત, એકની હાલત ગંભીર

July 27, 2025

દહેજ : ભરૂચના દહેજ ખાતે આવેલી એક શિવા ફાર્મા કેમ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે રિએક્ટર બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટનામાં 2 કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક કામદારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને સેફ્ટી-હેલ્થ વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ,  દહેજ સ્થિત SEZ-1માં આવેલી 11 વર્ષ જૂની શિવા ફાર્મા કેમ કંપનીમાં ગત રાત્રે લગભગ 2:40 વાગ્યની આસપાસ એસિડ ક્લોરાઈડ પ્લાન્ટમાં ઉત્પાદન દરમિયાન રિએક્ટરની કોલમમાં ઓવરપ્રેશર સર્જાયુ હતું. જેમાં દબાણ વધતાં રિએક્ટર ફાટ્યું હતું. આ દુર્ઘટના દરમિયાન સ્થળ પર હાજર અર્જુન પટેલ અને પ્રવિણ પરમાર નામના કામદારોનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત શૈલેન્દ્રસિંહ નામના વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.