ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ 'દરવાજા બંધ કર્યા'! હવે શું કરશે ટ્રમ્પ?
January 27, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એવામાં એવી આશંકા છે કે અમેરિકા ગમે તે ક્ષણે ઈરાન પર હુમલો કરી શકે છે. ત્યારે સંયુક્ત અરબ અમીરાત (UAE)એ કહ્યું છે કે ઈરાન પર સૈન્ય હુમલા માટે અમે અમારા દેશના એરસ્પેસનો ઉપયોગ થવા દઇશું નહીં. અમેરિકાના યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટ પહોંચી ગયા છે. ત્યારે યુએઈના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અમારા એરસ્પેસ, જમીન અથવા દરિયાનો ઉપયોગ ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા માટે થવા દઇશું નહીં. ક્ષેત્રીય સ્થિરતા તથા તટસ્થતા માટે અમે કટિબદ્ધ છીએ. US ઈરાનમાં સત્તાધીશો વિરુદ્ધ થઈ રહેલા હિંસક આંદોલન વચ્ચે અમેરિકાના હુમલાની શક્યતા વધી ગઈ છે. અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર અને અન્ય યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટ પહોંચી ગયા છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાની સેના ગમે તે સમયે ઈરાન પર હુમલો કરી શકે છે. અમેરિકાની નૌસેનાનું અબ્રાહમ લિંકન સ્ટ્રાઈક ગ્રુપ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડમાં પહોંચી ગયું છે. એવામાં ઈરાનમાં પણ સેના સતત હાઈ ઍલર્ટ પર છે. અમેરિકાની સેનાનું કહેવું છે કે ક્ષેત્રીય સુરક્ષા અને સ્થિરતા વધારવા માટે એરક્રાફ્ટ કેરિયર અને યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટમાં તૈનાત કરાયા છે.
Related Articles
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026