ગુજરાતનાં પડોશી રાજ્યમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, કેબિનેટની મહોર
July 19, 2026
ભોપાલ ઃ મધ્ય પ્રદેશમાં 'એક દેશ, એક કાયદો' ની દિશામાં રવિવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં ભોપાલના બહારના વિસ્તાર જગદીશપુરમાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાન નાગરિક સંહિતા (UCC) અધિનિયમ 2026ના મુસદ્દાને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટમાંથી લીલી ઝંડી મળ્યા બાદ હવે આ વિધેયકને આવતીકાલે એટલે કે, 20 જુલાઈથી શરૂ થઈ રહેલા મધ્ય પ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરતા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે, તમામ મંત્રીઓએ પ્રસ્તાવિત કાયદાનું જોરદાર સમર્થન કર્યું છે. તેમણે કહ્યું, 'આજે મધ્ય પ્રદેશ કેબિનેટે પૂરા દિલથી અને સર્વસંમતિથી સમાન નાગરિક સંહિતા વિધેયક, 2026ને મંજૂરી આપી દીધી છે. હું મારા તમામ કેબિનેટ સહયોગીઓ અને રાજ્યની જનતાને અભિનંદન આપું છું. આ વિધેયક હવે 20 જુલાઈથી શરૂ થનારા વિધાનસભા સત્ર દરમિયાન પટલ પર રાખવા માટે તૈયાર છે.' તેમણે આગળ કહ્યું કે, સરકાર સમાનતાને ભારતીય સભ્યતાનો મૂળ સિદ્ધાંત માને છે, અને આ જ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.
કેબિનેટની મંજૂરી મળ્યા બાદ, રાજ્ય સરકાર સોમવારથી શરૂ થઈ રહેલા મધ્ય પ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રમાં UCC વિધેયક રજૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગૃહમાં રજૂ થયા બાદ, કાયદો બનતા પહેલા આ વિધેયક પર વિગતવાર ચર્ચા અને આગળની કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. પ્રસ્તાવિત કાયદાનો હેતુ નાગરિક બાબતો માટે એક સમાન કાનૂની માળખું બનાવવાનો છે, જે આ કોડના દાયરામાં આવતી બાબતોમાં અલગ-અલગ સમુદાયો માટેના અલગ-અલગ પર્સનલ કાયદાઓનું સ્થાન લેશે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026