Breaking News :
ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા

ક્રિકેટ જગતમાં ખળભળાટ: શેન વોર્નનું મોત વેક્સિનના કારણે થયું? પુત્ર જેક્સને 4 વર્ષ બાદ લગાવ્યા ગંભીર આક્ષેપ

April 14, 2026

ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નના નિધનના ચાર વર્ષ બાદ તેમના પુત્ર જેક્સન વોર્ને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જેક્સને દાવો કર્યો છે કે તેના પિતાના મૃત્યુનો સંબંધ કોવિડ-19 દરમિયાન લેવામાં આવેલી વેક્સિન સાથે હોઈ શકે છે. એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન જેક્સને કહ્યું કે તેના પિતાએ 'ત્રણ કે ચાર' કોવિડ રસી લીધી હતી, જ્યારે તેઓ આવું કરવા માંગતા ન હતા. પરંતુ કામની મજબૂરીને કારણે તેમણે વેક્સિન લેવી પડી હતી.

જેક્સને કહ્યું કે મને લાગે છે કે પિતાના નિધન પાછળ આ વેક્સિનનો પણ હાથ હોઈ શકે છે. પિતાને પહેલાથી જ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી, પરંતુ રસીને કારણે તેમની હાલત વધુ બગડી હતી. જેક્સને એ પણ કહ્યું કે પિતાના મૃત્યુના સમાચાર મળતા જ તે ખૂબ ગુસ્સામાં હતો અને તેણે તરત જ સરકાર, કોવિડ અને રસીઓને જવાબદાર ઠેરવ્યા હતા. જો કે બાદમાં તેણે પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.