માદુરોની ધરપકડ મુદ્દે UNમાં હોબાળો! અમેરિકાનો જવાબ સાંભળી ચીન-રશિયા ભડક્યાં
January 06, 2026
વેનેઝુએલાના પૂર્વ પ્રમુખ નિકોલસ માદુરોની અમેરિકન સેના દ્વારા કરાયેલી નાટકીય ધરપકડના પડઘા હવે સંયુક્ત રાષ્ટ્ર(UN)માં સંભળાયા છે. સોમવારે બોલાવવામાં આવેલી સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠકમાં રશિયા, ચીન અને કોલંબિયા જેવા દેશોએ અમેરિકાની આ કાર્યવાહીની આકરી ટીકા કરી હતી, જ્યારે અમેરિકાએ આને 'યુદ્ધ' નહીં પણ 'કાયદેસરની કાર્યવાહી' ગણાવી હતી.
અમેરિકન પ્રતિનિધિ માઈક વોલ્ટ્ઝે સુરક્ષા પરિષદમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'વેનેઝુએલા કે ત્યાંની જનતા વિરુદ્ધ કોઈ યુદ્ધ શરુ કરવામાં આવ્યું નથી. માદુરો વિરુદ્ધની આ કાર્યવાહી કોઈ સૈન્ય હુમલો નથી, પરંતુ વર્ષોથી પેન્ડિંગ રહેલા નાર્કો-ટેરરિઝમ અને ડ્રગ્સની હેરાફેરીના ગુનાહિત કેસો અંતર્ગત લેવાયેલું કાનૂની પગલું છે.' અમેરિકાએ આક્ષેપ કર્યો કે માદુરોએ લાખો અમેરિકન નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા છે.
Related Articles
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026