ઉત્તરાખંડના ભારે વરસાદનું એલર્ટ, સ્કુલો બંધ રાખવા આદેશ અપાયો
July 21, 2025
ઉત્તરાખંડના ઘણા જીલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે. જેને જોતા દહેરાદુનમાં સોમવારે સ્કુલો બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર નૈનિતાલ, ઉદ્યમસિંહ નગર, ચંપાવત અને પૌડી ગઢવાલ જીલ્લાઓમાં ઘણા સ્થાનો પર વરસાદની સંભાવના છે. ભારે વરસાદ અને પવનના એલર્ટના કારણે સામાન્ય લોકોને સતર્ક રહેવા માટે સુચન કરાયું છે અને જરૂર વગર ઘરની બહાર ન નિકળવા સલાહ આપવામાં આવી છે.
દહેરાદુન, ટિહરી, પૌડી અને હરિદ્વાર જેવા જીલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે. દેહરાદુનમાં ડીએમએ જણાવ્યું હતું કે ભારે વરસાદની આશંકાને જોતા 21 જુલાઈ એટલે કો સોમવારે તમામ શાળાઓ બંધ રહેશે. હવામાન વિભાગના કહ્યા અનુસાર 48 કલાક દરમિયાન જુદા-જુદા ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાનું અનુમાન છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ દરમિયાન વરસાદ પણ પડી શકે છે.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
06 May, 2026
06 May, 2026
06 May, 2026
06 May, 2026
06 May, 2026