Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

6 કરોડનું દેવું થઈ જતા વડોદરામાં પરિવારે દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

July 22, 2025

વડોદરા : ગુજરાતના વડોદરામાંથી સામૂહિક આપઘાતના પ્રયાસનેો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગોરવા વિસ્તારમાં પેટ્રોલ પમ્પના માલિકે પત્ની, બે દીકરા તેમજ એક દીકરી સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં પરિવાર જાતે જ હોસ્પિટલમાં દાખલ થઈ જતા જીવ બચી ગયો હતો. 

મળતી માહિતી મુજબ, વડોદરાના ગોરવા વિસ્તારમાં પેટ્રોલ પમ્પના માલિક 52 વર્ષીય સુભાષ નંદેસરી, તેમની 49 વર્ષીય પત્ની, 23 વર્ષીય દીકરો અને 17 વર્ષની દીકરી તેમજ 5 વર્ષના દીકરા સાથે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં ઉલટી થઈ જતા પરિવાર જાતે જ સયાજી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. સમયસર હોસ્પિટલ પહોંચી જવાના કારણે તેમનો જીવ બચી ગયો હતો. 

આપઘાતના પ્રયાસ વિશે પેટ્રોલ પમ્પના માલિકે જણાવ્યું હતું કે, અમારી બેન્ક લોન ચાલે છે અને ખૂબ જ આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.  

આ બાબતે પોલીસે જણાવ્યું કે, પરિવાર સાથે આપઘાત કરનાર સુભાષ નંદેસરીનો જીઆઇડીસીમાં પેટ્રોલ પમ્પ હતો. આ પેટ્રોલ પમ્પના માટે 6 કરોડનું દેવું થઈ ગયું. પેટ્રોલ પમ્પ ચલાવવા માટે બેન્ક પાસેથી લોન લીધી હતી આ સિવાય સગા સંબંધી પાસેથી પણ પૈસા લીધા હતા.