વરુણ ધવનની બેબી જ્હોન ફલોપ, અનેક થિયેટરમાંથી ઉતારી લેવાઈ
December 30, 2024
મુંબઈ: ટ્રેડ વર્તુળોમાં ધારણા સેવાતી હતી તેમ વરુણ ધવનની 'બેબી જ્હોન' ફિલ્મ ફલોપ સાબિત થઈ છે. નાતાલની રજા દરમિયાન રીલિઝ થયાના પછી રોજેરોજ તેનું કલેક્શન ઘટી રહ્યું છે અને ચાર દિવસમાં તે ૨૦ કરોડના આંક પર પણ માંડ પહોંચી શકી છે. અનેક થિયેટરોમાં તેના શોઝમાં માંડ ૧૦ ટકા પ્રેક્ષકો ફરક્યા હતા. આથી સંખ્યાબંધ થિયેટર સંચાલકોએ આ ફિલ્મના શોઝ કેન્સલ કરવા માંડયા છે. કેટલાકે તેની જગ્યાએ 'પુષ્પા ટૂ' તો કેટલાકે તેની જગ્યાએ હિંદીમાં ડબ થયેલી મલયાલમ ફિલ્મ 'માર્કોસ'ના શો શરુ કરી દીધા છે. 'બેબી જ્હોન'નું પહેલા દિવસનું કલેક્શન ૧૨ કરોડ રહ્યું હતું. પરંતુ, તે પછી તેને વીક એન્ડની રજાઓમાં પણ પ્રેક્ષકો મળ્યા નથી. ટ્રેડ વર્તુળોએ અગાઉ જ આગાહી કરી હતી તેમ વરુણ ધવન મોટાભાગે ફલોપ કલાકાર જ રહ્યો હોવાથી તેનામાં કોઈ ફિલ્મને સોલો હિરો તરીકે ટિકિટબારી પર ખેંચી શકવાનું કૌવત જ નથી. ફક્તે નેપોકિડ હોવાના કારણે તેને ફિલ્મો મળ્યા કરે છે બાકી તે કમર્શિઅલ સદંતર ફલોપ કલાકાર છે. ટ્રેડ વર્તુળોએ એવો પણ અફસોસ વ્યક્ત કર્યો હતો કે વામિકા ગબ્બી જેવી ટેલેન્ટેડ કલાકાર આ ફિલ્મમાં વેડફાઈ ગઈ છે. ટ્રેડ સૂત્રોએ જણાવ્યું હતું કે મધ્ય ભારતનાં મોટાભાગનાં સિંગલ સ્ક્રીન થિયેટર્સ દ્વારા 'બેબી જ્હોન' ઉતારી લેવામાં આવી છે. આ થિયેટર સંચાલકોને તો આ ફિલ્મ ચલાવવામાં ડેઈલી ઓપરેશનલ કોસ્ટ જેટલું પણ મળતર ન હોવાથી તેમણે આ ફિલ્મને ઉતારી લીધી છે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથ...
29 March, 2026
ઈરાનની ધમકી- US-ઈઝરાયલની શિક્ષણ સંસ્થાઓ ખાલી કરો,...
29 March, 2026
LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા છે : મોદી
29 March, 2026
'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળના મુખ્યમં...
29 March, 2026
7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા,...
29 March, 2026
બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 ઉમેદવારોની જાહેરાત...
29 March, 2026
પ્રિન્સ સુલતાન એરબેઝ પર ઈરાનનો હુમલો, અમેરિકાના સૌ...
29 March, 2026
પાકિસ્તાનની સ્માર્ટ લોકડાઉનની તૈયારી! સરકારે કહ્યુ...
29 March, 2026
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
28 March, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધ...
28 March, 2026