વેનેઝુએલા સરકાર આતંકી સંગઠન જાહેર, યુદ્ધ માટે તૈયાર રહે, ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી
December 17, 2025
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ઘોષણાએ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તણાવને અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચાડી દીધો છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રૂથ સોશિયલ' પર ઉશ્કેરણીજનક જાહેરાત કરતા વેનેઝુએલા પર સંપૂર્ણ લશ્કરી અને આર્થિક નિયંત્રણ લાદવાની ધમકી આપી છે. ટ્રમ્પે આક્રમક રીતે લખ્યું છે કે વેનેઝુએલા સરકારને "અમારી સંપત્તિની ચોરી, આતંકવાદ, ડ્રગ્સની તસ્કરી અને માનવ તસ્કરી સહિતના અન્ય ઘણા કારણોસર" વિદેશી આતંકવાદી સંગઠન (Foreign Terrorist Organization) જાહેર કરવામાં આવી છે. આ ઘોષણાના પગલે, ટ્રમ્પે તાત્કાલિક અસરથી વેનેઝુએલામાં આવતા-જતા તમામ પ્રતિબંધિત ઓઇલ ટેન્કરોની સંપૂર્ણ નાકાબંધી (Total Blockade) કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે વેનેઝુએલાને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, "વેનેઝુએલા દક્ષિણ અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા યુદ્ધ જહાજોના કાફલાથી ઘેરાયેલું છે. આ કાફલો વધુ મોટો થતો જશે અને તેમને એવો આંચકો લાગશે જે તેમણે પહેલા ક્યારેય જોયો નથી. જ્યાં સુધી તેઓ અમેરિકાને ચોરાયેલું બધું તેલ, જમીન અને અન્ય સંપત્તિ પાછી નહીં આપે, ત્યાં સુધી આ ચાલુ રહેશે." અમેરિકી પ્રમુખએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો સરકાર પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે લખ્યું છે કે, "ગેરકાયદેસર માદુરો સરકાર આ ચોરીના તેલ ક્ષેત્રોમાંથી મળેલા તેલનો ઉપયોગ પોતાને, ડ્રગ આતંકવાદ, માનવ તસ્કરી, હત્યા અને અપહરણ માટે ફાઇનાન્સ કરવા માટે કરી રહી છે."
Related Articles
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથ...
May 16, 2026
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026