Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

વિજય અને રશ્મિકા ન્યૂયોર્કમાં ઈન્ડિયા પરેડમાં સજોડે ભાગ લેશે

June 30, 2025

મુંબઈ: વિજય દેવરકોંડા તથા રશ્મિકા મંદાનાએ હવે પોતાના સંબંધોને છૂપાવવાનું છોડી દીધું છે. તેઓ કેટલાક સમયથી જાહેરમાં સાથે દેખાઈ રહ્યાં છે. હવે ન્યૂયોર્કમાં યોજાનારી ઈન્ડિયા પરેડમાં પણ તેઓ સાથે ભાગ લેવાના છે.  ન્યૂયોર્કમાં ભારતીય દ્વારા દર  વર્ષે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઈન્ડિયા પરેડ યોજાય છે. તેમાં કોઈને કોઈ ભારતીય સેલિબ્રિટી નેતૃત્વ કરે છે. આ વખતે તા. ૧૭મી યોજાનારી  પરેડમાં વિજય દેવરકોંડા તથા રશ્મિકા સજોડે ભાગ લેવાનાં હોવાનું જાણવા મળ્યું છે.  વિજય અને રશ્મિકા આઝાદી દિન નિમિત્તે અન્ય કેટલીક ઈવેન્ટસમાં પણ ભાગ લેવાના છે.  અગાઉ બંને એરપોર્ટ પર અલગ અલગ આવતાં જતાં દેખાતાં હતાં. પરંતુ, હવે  તેઓ પ્રવાસ કે ઈવેન્ટસમાં સજોડે જ દેખાવા લાગ્યાં છે. જોકે, હજુ સુધી તેમણે પોતાના સંબંધ વિશે કોઈ ઓફિશિયલ ઘોષણા કરી નથી.