છાવાની શૂટિંગમાં એકબીજાનો ચહેરો નહોતા જોવા માંગતા વિક્કી કૌશલ અને અક્ષય: ડાયરેક્ટરે જણાવ્યું કારણ
February 05, 2025
વિકી કૌશલ અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ 'છાવા'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિકીએ છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ભજવ્યુ છે, તેમજ રશ્મિકા મંદાના મહારાણી યેસુબાઈ અને અક્ષય ખન્ના ઔરંગઝેબના રોલમાં જોવા મળશે. વિકીને આશા છે કે આ ફિલ્મ તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ બની જશે. પરંતુ આ ફિલ્મને લઈને ફિલ્મના ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરે એક ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં ડાયરેક્ટર લક્ષ્મણે જણાવ્યું હતું કે વિકી અને અક્ષયે ફિલ્મ પહેલા ક્યારેય વાત કરી ન હતી. તેમજ શૂટિંગ દરમિયાન પણ તેમણે એકબીજા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. ફિલ્મ દરમિયાન પણ બંને પોતપોતાના પાત્રોમાં એટલા મશગૂલ હતા કે તેઓ એકબીજાનું મોઢું પણ જોવા માંગતા ન હતા. એક ઈન્ટરવ્યૂમાં લક્ષ્મણે અક્ષય ખન્નાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બેસ્ટ એક્ટર ગણાવ્યો હતો. આ સાથે જ ડાયરેકટરે કહ્યું કે, 'અક્ષયે જે રીતે ઔરંગઝેબની ભૂમિકા ભજવી છે તે તમને ડરાવી દેશે. અભિનેતાએ ખૂબ ઓછી વાત કરી, પરંતુ ઘણી બધી વાતો તે તેની આંખો દ્વારા કહેતો હતો. ડાયરેકટરે અક્ષય વિષે જણાવતા કહ્યું કે, 'હું અલીબાગમાં એક્ટરના ઘરે ગયો હતો. તે ખૂબ જ સરસ માણસ છે. જો કે, તેણે બહુ ઓછા પ્રોજેક્ટમાં કામ કર્યું છે, પરંતુ તે જે પણ કરે છે, તે દિલથી કરે છે.' અક્ષય સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતા વિકીએ કહ્યું કે, 'અમે બંનેએ શૂટિંગ પહેલા વાત કરી ન હતી. તેમજ અમે એકબીજાને ગુડ મોર્નિંગ કે ગુડ બાય કે હેલો પણ નથી કહ્યું . તે ઔરંગઝેબના રોલમાં હતા અને હું છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં હતો. અમે બંને આ રીતે સીધા શૂટિંગમાં જ જતા રહેતા.' આ વિષે વિકીએ વધુમાં કહ્યું, 'છત્રપતિ સંભાજી મહારાજને શોધવા અને પકડવામાં ઔરંગઝેબને નવ વર્ષ લાગ્યા. તેથી, મોટાભાગની ફિલ્મ તેને શોધવાની આસપાસ જ ફરે છે. મારા અક્ષય સાથે અમુક સીન છે. પરંતુ ફિલ્મના શુટિંગ દરમિયાન અમે એક પણ વખત વાત કરી નથી. અક્ષયે ઔરંગઝેબના પાત્રમાં જે જાન ફૂંકી છે તે છત્રપતિ સંભાજી મહારાજ સાથે સારી બંધ બેસે છે.'
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
28 March, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધ...
28 March, 2026
હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે 2 ભારતીય ઓઈલ ટેન્કર...
28 March, 2026
સાઉદી બાદ બહેરીનમાં અમેરિકન બેઝને ઈરાને હચમચાવ્યું...
28 March, 2026
અમેરિકામાં હવેથી ડૉલરની નોટો પર ડોનલ્ડ ટ્રમ્પના હસ...
28 March, 2026
ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹308 કરોડ એકલ...
28 March, 2026
નેપાળમાં સરકાર બદલાતા જ પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીન...
28 March, 2026
નાથદ્વારામાં ૫૦૦ ફુટ ઊંચા પર્વત પર હનુમાનજીની ૧૩૧...
28 March, 2026
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલ...
28 March, 2026
ઈરાન અને હિઝબુલ્લાહ બાદ યુદ્ધમાં યમનની પણ એન્ટ્રી!...
28 March, 2026