Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા, ભસ્મ આરતીમાં કુલદીપ યાદવ પણ જોડાયો

January 17, 2026

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝના નિર્ણાયક મુકાબલા પહેલા ભારતીય ક્રિકેટરો આધ્યાત્મિક શરણે જોવા મળ્યા છે. રવિવારે ઈન્દોર ખાતે રમાનાર અંતિમ વનડે મેચ પૂર્વે સ્ટાર બેટર વિરાટ કોહલી અને સ્પિનર કુલદીપ યાદવ શનિવારે વહેલી સવારે ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા.

વિરાટ કોહલી અને કુલદીપ યાદવની સાથે ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ પણ હાજર રહ્યા હતા. આ ખેલાડીઓએ વહેલી સવારે થતી વિશ્વપ્રસિદ્ધ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને લગભગ બે કલાક સુધી મંદિરમાં બેસીને ભગવાન મહાકાલની આરાધના કરી હતી. વિરાટ કોહલી નંદી હોલમાં શ્રદ્ધાપૂર્વક બેઠેલો જોવા મળ્યો હતો અને તેણે મહાકાલ મંદિરના ફોટોઝ પણ ક્લિક કર્યા હતા.