Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

દિલજીત દોસાંઝને બોર્ડર ટુમાં કામ કરવાની મંજૂરી અપાઈ

July 05, 2025

મુંબઇ : દિલજીત દોસાંઝને 'બોર્ડર ટુ' ફિલ્મમાં કામ કરવા  દેવાની મંજૂરી આપવામાં આવી  હોવાનો દાવો  ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝ દ્વારા કરાયો છે. ફિલ્મના  નિર્માતા  ભૂષણ કુમારે કરેલી વિનંતીને પગલે આ મંજૂરી અપાઈ હોવાનું તેમણે જણાવ્યું  છે. જોકે,  ફેડરેશને જણાવ્યું છે કે તેમણે દિલજીતને આ એક જ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી છે.  અન્ય નિર્માતાઓ દિલજીતને સાઈન કરશે તો તેમણે જોખમ માટે તૈયાર રહેવું  પડશે. ઉલ્લેખનીય છે કે પહલગામ એટેક પછી પાકિસ્તાની  કલાકારો સાથે કામ કરવા માટે પ્રતિબંધ  હોવા છતાં  પણ દિલજીત  દ્વારા 'સરદાર  ટૂ ' ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી  હાનિયા આમિર સાથે  સ્ક્રીન શેર કરાતાં વિવાદ સર્જાયો છે.  તેના કારણે દિલજીતે  કેટલાક  પ્રોજેક્ટસ તથા  કોન્સર્ટસ  ગુમાવવા  પડે તેમ છે.