દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે - મોહન ભાગવત
March 20, 2026
નાગપુર ઃ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ભારે સંકટ ઉભું થયું છે, ત્યારે આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિશ્વભરને મહત્ત્વનો સંદેશ આપ્યો છે. ભાગવતે કહ્યું છે કે, સ્વાર્થી હિત ધરાવનારા લોકો અને વર્ચસ્વ જમાવવાની ઈચ્છા રાખનારાઓના કારણે જ વિશ્વમાં સંઘર્ષ થઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, માત્ર એકતા, અનુશાસન અને અને ધર્મના પાલનથી જ કાયમી શાંતિ સ્થાપી શકાય છે.
સંઘ પ્રમુખ ભાગવતે આજે RSSના મુખ્ય શહેર નાગપુરમાં હિન્દૂ પરિષદની ઓફિસનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, વિશ્વમાં સંઘર્ષ ટાળવા માટે છેલ્લા 2000 વર્ષથી અનેક વિચારો પર પ્રયોગ કરવામાં આવ્યો, પરંતુ તેમાં ઓછી સફળતા મળી છે. મોહન ભાગવતે અત્યંત ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આજના આધુનિક યુગમાં ધાર્મિક અસહિષ્ણુતા એટલે કે બીજાના ભિન્ન વિચારો, માન્યતાઓ કે રીત-રિવાજો પ્રત્યે આદર ન રાખવો, બળજબરીથી ધર્મ પરિવર્તન અને ઊંચ-નીચની ભાવનાઓ આજે પણ જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં વિશ્વ ડગમગી રહ્યું છે. આપણે હાલ આ તમામ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. યુદ્ધ થવા પાછળનું મુખ્ય કારણ સ્વાર્થ અને વર્ચસ્વની લડાઈ છે. યુદ્ધ શરૂ થવાના મૂળમાં સ્વાર્થી ભાવના છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત માનવતામાં વિશ્વાસ રાખે છે, જ્યારે અન્ય લોકો અસ્તિત્વ માટે સંઘર્ષ કરવામાં વિશ્વાસ રાખે છે. વિશ્વમાં સદભાવનાની જરૂર છે, સંઘર્ષની નહીં. દુનિયા વિનાશને આરે આવી ગઈ છે. યુદ્ધ વચ્ચે અનેક દેશો અવાજ ઉઠાવી રહ્યા છે કે, ભારત જ યુદ્ધને સમાપ્ત કરી શકે છે, કારણ કે વિશ્વના દેશોને ભારતની નીતિ અને પ્રવૃત્તિનું જ્ઞાન છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026