પેરિસમાં BAPSના 100 લોકોના આગમન સમયે મહિલા કર્મચારીઓની હકાલપટ્ટી, એફિલ ટાવર બંધ રખાયો
September 08, 2026
ફ્રાન્સના પેરિસ સ્થિત એફિલ ટાવર પર શનિવારે હિન્દુ ધાર્મિક સંગઠન BAPSના 100 સભ્યોના પ્રતિનિધિમંડળની ખાનગી મુલાકાત દરમિયાન વિવાદ સર્જાયો હતો. મુલાકાત વખતે મહિલા કર્મચારીઓને તેમના કામના સ્થળેથી હટાવી દેવાયાના ગંભીર આક્ષેપો સાથે સ્ટાફમાં રોષ ફેલાયો હતો. અચાનક વિરોધ પ્રદર્શન શરૂ થતાં ટાવરને અસ્થાયી રૂપે બંધ રાખવાની ફરજ પડી હતી. આ મામલે ફ્રાન્સના નેતાઓ પણ મેદાને આવ્યા છે.
યુનિયનના પ્રતિનિધિ ડિયાન ડેવોઇને ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, જ્યારે BAPSના સંતો અને કાર્યકરો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મહિલાઓને તેમના વર્કસ્ટેશન છોડવા જણાવાયું હતું. મહિલાઓની જગ્યાએ પુરુષ કર્મચારીઓ તેમની જગ્યા લઈ શકે તે માટે આ સૂચના આપવામાં આવી હતી.
આ વર્તનના કારણે સપ્તાહના અંતે કર્મચારીઓ વચ્ચે ભારે તણાવ વધતો ગયો હતો. અસંતોષના પગલે સ્ટાફે સોમવારે સવારે એક બેઠક બોલાવવાનો નિર્ણય લીધો હતો. કર્મચારીઓની આ બેઠકને કારણે જ સોમવારે એફિલ ટાવર સામાન્ય સમય કરતાં મોડો ખોલવામાં આવ્યો હતો.
ટાવરના ગેટ પર સંચાલકો દ્વારા એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેમાં ઓપરેશનલ કારણોસર એફિલ ટાવર ખુલવામાં વિલંબ થયો હોવાનું જણાવાયું હતું. ડેવોઇને વધુમાં માહિતી આપી હતી કે, આ સમગ્ર મામલે મેનેજમેન્ટે સ્ટાફની માફી માંગી લીધી છે.
Related Articles
અમેરિકી શાંતિદૂતોની મુલાકાત બાદ રશિયનો કીવ પર ડ્રોન-મિસાઈલ હુમલો, 2ના મોત, 10 ઘાયલ, અનેક ઈમારતોને નુકસાન
અમેરિકી શાંતિદૂતોની મુલાકાત બાદ રશિયનો ક...
Sep 08, 2026
મિયામીમાં એમેઝોન કાર્ગો વિમાન રનવે પરથી ઉતરી જતા 5નાં મોત, તપાસકર્તાઓએ બ્લેક બોક્સ રિકવર કર્યા
મિયામીમાં એમેઝોન કાર્ગો વિમાન રનવે પરથી...
Sep 08, 2026
કૈરોમાં ઈરાને અમેરિકાને આર્થિક યુદ્ધની ધમકી આપતાં તણાવ, સાઉદીના શહેરોમાં હુથીઓનો હુમલો, 73 ઘાયલ
કૈરોમાં ઈરાને અમેરિકાને આર્થિક યુદ્ધની ધ...
Sep 08, 2026
ઈન્ડોનેશિયામાં રાખ સાફ કર્યા બાદ ફ્લાઇટ્સ ધીમે ધીમે શરૂ, 178 વિમાનોની હવાઈ યોગ્યતા તપાસાશે
ઈન્ડોનેશિયામાં રાખ સાફ કર્યા બાદ ફ્લાઇટ્...
Sep 08, 2026
ઇઝરાયલ ઘેરાયું : ઈરાન અને હમાસ બાદ હવે તૂર્કિયે સાથે પણ સીધો ટકરાવ
ઇઝરાયલ ઘેરાયું : ઈરાન અને હમાસ બાદ હવે ત...
Sep 06, 2026
આ યુદ્ધ નથી, નાની વાત છે: ઈરાન સાથેના સૈન્ય સંઘર્ષ પર ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં હોબાળો!
આ યુદ્ધ નથી, નાની વાત છે: ઈરાન સાથેના સૈ...
Sep 05, 2026
Trending NEWS
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
05 September, 2026
05 September, 2026
04 September, 2026
04 September, 2026