ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું
November 02, 2026
ફ્લોરિડા : અમેરિકાના ફ્લોરિડામાં રવિવારે રહેણાંક વિસ્તારમાં બિઝનેસ વિમાન ક્રેશ થતાં તેમાં સવાર તમામ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ટેક્સાસના ઓસ્ટિનથી ઉડાન ભરીને બહામાસ જઈ રહેલું લિયરજેટ 60 વિમાન તૂટી પડતાંની સાથે જ આગમાં લપેટાઈ ગયું હતું. પ્રાથમિક અનુમાન મુજબ તમામ લોકો ભડથું થઈ ગયા હતા, જ્યારે અકસ્માતનું કારણ હજી જાણી શકાયું નથી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. વિમાન જ્યાં પડ્યું ત્યાં જમીનમાં મોટો ખાડો પડી ગયો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અકસ્માતના કારણોની તપાસમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ને મદદ કરવા પહોંચ્યું હતું. દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ ચાલી રહી છે, જ્યારે મૃતકોની ઓળખ હજી થઈ નથી.
મહત્વની વાત એ છે કે વિમાન રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું, જ્યાં અનેક ઘરો આવેલા છે. જો વિમાન ઘરો પર પડ્યું હોત તો જાનહાનિ વધુ મોટી થઈ શકી હોત. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં વિમાન ઝડપથી નીચે આવતું અને રસ્તા પર ધડાકા સાથે પટકાતું દેખાય છે, જેના પછી જોરદાર ધમાકો થયો હતો. વિમાન ઘરોથી માત્ર થોડા ફૂટ દૂર પડ્યું હતું અને રસ્તા પરની ગાડીઓ પણ થોડે જ દૂર રહી હતી. વિમાન સિવાય ઘરો કે ગાડીઓને નુકસાન થયું હતું કે નહીં, તે અંગે હજી સત્તાવાર જાણકારી અપાઈ નથી. પોલીસ તેની પણ તપાસ કરી રહી છે.
Related Articles
હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ
હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં...
Nov 02, 2026
બાંગ્લાદેશમાં વેતન વધારાની માંગ સાથે ગારમેન્ટ શ્રમિકોનો વિદ્રોહ! તોડફોડ અને આગચંપી
બાંગ્લાદેશમાં વેતન વધારાની માંગ સાથે ગા...
Nov 01, 2026
જાપાનમાં 6ની તીવ્રતાનો આંચકો; ઈરાનના પરમાણુ રિએક્ટર ધરાવતા બુશેહરમાં ધરતીકંપ
જાપાનમાં 6ની તીવ્રતાનો આંચકો; ઈરાનના પરમ...
Nov 01, 2026
ફક્ત 10 મિનિટનું કામ છે, બાકી રહેલા 2 ટાર્ગેટ પણ ઉડાવી દઈશું! ટ્રમ્પની ઈરાનને ધમકી
ફક્ત 10 મિનિટનું કામ છે, બાકી રહેલા 2 ટા...
Nov 01, 2026
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સંસદ ઘેરવા દોડી ભીડ, મેલોની સરકારની ચિંતા વધી
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સં...
Oct 31, 2026
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્મગુરુએ હિન્દુઓની મજાક ઉડાવતા ભારે વિવાદ
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્...
Oct 31, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026
31 October, 2026
31 October, 2026