Breaking News :
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી

કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી

November 02, 2026

અમદાવાદ : રાજ્ય સરકારે 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદની કાયાકલ્પ માટે મોટો દાવ ખેલતાં રૂ. 40,000 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. છેલ્લા એક સપ્તાહમાં રમતગમત, ટ્રાન્સપોર્ટ અને શહેરી વિકાસના પ્રોજેક્ટ્સ માટે આશરે આટલી રકમના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા.

મળતી વિગત મુજબ, મુખ્ય પ્રોજેક્ટ્સમાં સિંધુ ભવન રોડ પરનો આઇકોનિક સિટી સ્ક્વેર, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવમાં નવું એક્વાટિક સ્ટેડિયમ, કરાઈમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પ્રસ્તાવિત મેટ્રો રિંગ સાથે મેટ્રોનો ત્રીજો તબક્કો સામેલ છે. આશરે રૂ. 2800 કરોડના ખર્ચે બનનારા SVP એક્વાટિક સ્ટેડિયમના પેકેજ એક માટે ટેન્ડર બહાર પડ્યું છે, જ્યારે કરાઈના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો અંદાજિત ખર્ચ રૂ. 1450 કરોડ નક્કી થયો છે.

રોકાણમાં ટ્રાન્સપોર્ટનો હિસ્સો સૌથી મોટો છે. મેટ્રો ફેઝ-3 માટે રૂ. 17,801 કરોડના ટેન્ડર બહાર પડ્યા છે, જેનાથી શહેર અને વિસ્તરતા શહેરી વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટીમાં મોટો સુધારો થશે. આ ઉપરાંત, રેલવેએ રૂ. 18,900 કરોડના અમદાવાદ-ધોલેરા રેપિડ રિજનલ ટ્રેન સિસ્ટમ માટે પણ ટેન્ડર મંગાવ્યા છે.

બીજી તરફ, સિંધુ ભવન રોડ પર રૂ. 570 કરોડના ખર્ચે બનનારા સિટી સ્ક્વેરમાં 175 મીટર ઊંચો ટાવર બનશે, જેમાં ગ્લાસ સ્કાયવોક, વ્યુઇંગ ગેલેરી, સ્કાય ડેક, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ કોર્ટ્સ હશે. યોજનામાં એમ્ફીથિયેટર, આર્ટ ગેલેરી, પબ્લિક પ્લાઝા, મલ્ટી-લેવલ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અને લગભગ 50 રિટેલ તથા કોમર્શિયલ યુનિટ્સ પણ સામેલ છે.