બાંગ્લાદેશમાં વેતન વધારાની માંગ સાથે ગારમેન્ટ શ્રમિકોનો વિદ્રોહ! તોડફોડ અને આગચંપી
November 01, 2026
કર્મચારીઓએ મીરપુર-10 ચોરાહા પર વિરોધ પ્રદર્શન કરતા મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરવા પડ્યા
ઢાકા- બાંગ્લાદેશમાં ગારમેન્ટ કર્મચારીઓએ 30,000 ટકા એટલે કે અંદાજે રૂપિયા 23,000 ન્યૂનતમ માસિક વેતનની માંગ સાથે ગાઝીપુર અને રાજધાની ઢાકામાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. ગાઝીપુરમાં પ્રદર્શનકારીઓએ ઢાકા-ટાંગાઇલ હાઇવે જામ કરી દીધો હતો, અને કોનાબારી વિસ્તારમાં આવેલી એક પોલીસ બોક્સમાં આગ લગાવી દીધી હતી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ની 5 પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે.
ઢાકામાં પણ ગાર્મેન્ટ કર્મચારીઓએ મીરપુર-10 ચોરાહા પર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે મીરપુર-10 મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના ગારમેન્ટ ઉદ્યોગમાં આશરે 4,000 નોંધાયેલી ફેક્ટરીઓ છે, જેમાં 40 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. બાંગ્લાદેશ ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો કાપડ નિકાસકાર દેશ છે, જેણે નાણાકીય વર્ષ 2025-26 માં 38.70 અબજ ડોલરના ગારમેન્ટની નિકાસ કરી હતી.
શ્રમ અને રોજગાર મંત્રી અરીફુલ હક ચૌધરીએ કર્મચારીઓને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. સરકારે કર્મચારીઓની માંગ સ્વીકારીને વરિષ્ઠ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શેખ અશફાકુર રહમાનની અધ્યક્ષતામાં નવું 'ન્યૂનતમ વેતન બોર્ડ' બનાવવાની જાહેરાત કરી છે. આ બોર્ડમાં BGMEA, એમ્પ્લોયર્સ ફેડરેશન અને શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવ્યા છે.
Related Articles
હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ
હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં...
Nov 02, 2026
ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું
ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતુ...
Nov 02, 2026
જાપાનમાં 6ની તીવ્રતાનો આંચકો; ઈરાનના પરમાણુ રિએક્ટર ધરાવતા બુશેહરમાં ધરતીકંપ
જાપાનમાં 6ની તીવ્રતાનો આંચકો; ઈરાનના પરમ...
Nov 01, 2026
ફક્ત 10 મિનિટનું કામ છે, બાકી રહેલા 2 ટાર્ગેટ પણ ઉડાવી દઈશું! ટ્રમ્પની ઈરાનને ધમકી
ફક્ત 10 મિનિટનું કામ છે, બાકી રહેલા 2 ટા...
Nov 01, 2026
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સંસદ ઘેરવા દોડી ભીડ, મેલોની સરકારની ચિંતા વધી
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સં...
Oct 31, 2026
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્મગુરુએ હિન્દુઓની મજાક ઉડાવતા ભારે વિવાદ
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્...
Oct 31, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026
31 October, 2026
31 October, 2026