Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

'16000 અમેરિકન્સને નોકરીથી કાઢી મૂક્યા...', H1-B વિઝા ફી વધારવાનું અમેરિકાએ આપ્યું કારણ

September 21, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલાક H-1B વિઝા ધારકો હવે નોન-ઇમિગ્રન્ટ વર્કર તરીકે સીધા અમેરિકામાં નહીં પ્રવેશી શકે. દરેક નવી અરજી સાથે 100,000 ડૉલર એટલે કે 88 લાખ રૂપિયાથી વધુની ફી ચૂકવવાની રહેશે. હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે રાતોરાત H1-B વિઝાની ફી આટલી બધી કેમ વધારી દીધી? હવે વ્હાઈટ હાઉસે આના જવાબમાં એક ફેક્ટ શીટ જાહેર કરી છે.


વ્હાઈટ હાઉસની આ ફેક્ટ શીટ પ્રમાણે ઘણી અમેરિકન કંપનીઓ H1-B વીઝા દ્વારા અન્ય દેશોમાંથી આવેલા લોકોને ઓછી સેલેરીમાં કામ આપે છે અને મોટી સંખ્યામાં અમેરિકન્સને નોકરીમાંથી કાઢી મૂક્યા.
વ્હાઈટ હાઉસનું કહેવું છે કે, 2023માં IT ક્ષેત્રમાં H1-B વીઝાની માગ 32% હતી, જે હવે વધીને 65% થઈ ગઈ છે. આ પરથી જાણી શકાય કે, H1-B વીઝાના કારણે અમેરિકન યુવાઓમાં બેરોજગારી વધી રહી છે. વ્હાઈટ હાઉસની ફેક્ટ શીટ પ્રમાણે તાજેતરમાં જ કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક કરનારા 6.1%  યુવા બેરોજગાર છે અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરનારા 7.5% યુવાઓ પાસે નોકરી નથ. ઈતિહાસ સહિત અન્ય વિષયોમાં આ આંકડા વધુ છે. વ્હાઈટ હાઉસની ફેક્ટ શીટમાં દાવો કરવામાં આવ્યો છે કે, STEM ક્ષેત્રોમાં માત્ર 44.5% નોકરીમાં જ વધારો થયો છે. જોકે, જોકે, 2000-2019ની વચ્ચે STEM ક્ષેત્રોમાં વિદેશીથી આવતા કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.