Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના પેન્સિલવેનિયામાં અંધાધૂંધ ગોળીબારમાં 3 પોલીસકર્મીની હત્યા, શંકાસ્પદનું એન્કાઉન્ટર

September 18, 2025

પેન્સિલવેનિયા : અમેરિકાના પેન્સિલવેનિયામાં પોલીસ અને એક બંદૂકધારી વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ શહીદ મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. આ ઘટના કોડોરસ ટાઉનશીપમાં બની હતી.

રાજ્ય પોલીસ કમિશનરે જણાવ્યું કે, 'પોલીસે ઘરેલુ ઝઘડાની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અચાનક બંદૂકધારીએ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી જેમાં બંદૂકધારી માર્યો ગયો.'

ઘાયલ થયેલા બે અધિકારીઓને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર છે. અધિકારીઓએ હુમલાખોરની ઓળખ જાહેર કરી નથી, કે ન તો મૃત્યુ પામેલા પોલીસ અધિકારીઓ કઈ એજન્સીના હતા તે જણાવ્યું છે. એટર્ની જનરલ પામેલા બોન્ડીએ આ ઘટનાની નિંદા કરી છે અને તેને સમાજ માટે શ્રાપ ગણાવી છે. તેમણે કહ્યું કે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. અગાઉ પણ પોલીસ પર હુમલા થયા છે.