આર્જેન્ટિનામાં ઈન્સ્ટા લાઈવ પર 3 મહિલાની હત્યા, હજારો લોકો માર્ગો પર દેખાવ કરવા ઉતર્યા
September 28, 2025
આર્જેન્ટિના : આર્જેન્ટિનામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બ્યુનસ આયર્સના રસ્તાઓ પર અચાનક હજારો દેખાવકારો ઉતરી આવ્યા હતા. તેઓ ત્રણ યુવતીઓ માટે ન્યાયની માંગણી કરી રહ્યા હતા. ખરેખર ઇન્સ્ટાગ્રામ પર લાઇવ વીડિયો દરમિયાન ડ્રગ્સ તસ્કરો દ્વારા આર્જેન્ટિનાની ત્રણ મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. આ ત્રણ મહિલાઓની ઓળખ લારા, બ્રેન્ડા અને મોરેના તરીકે થઈ છે.
આ જઘન્ય હત્યારે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ત્રણેય મહિલાઓના પરિવારો અને સંબંધીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. એક મહિલાવાદી જૂથ દ્વારા આયોજિત કૂચમાં ઢોલ વગાડતા દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે "આ ડ્રગ્સથી પ્રેરિત હત્યા હતી! અમારું જીવન નકામું નથી!"
અધિકારીઓએ આ હત્યા અંગે જણાવ્યું હતું કે આ ગુનો જેને તપાસકર્તા ડ્રગ્સ ગેંગ સાથે સાંકળી રહ્યા છે, તેને ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમ કરીને આચરવામાં આવ્યો હતો. એક ખાનગી એકાઉન્ટના 45 સભ્યો દ્વારા આ ઘટનાને લાઇવ જોવામાં આવી હતી.
બ્રેન્ડાના પિતા લિયોનેલ ડેલ કાસ્ટિલોએ દેખાવો દરમિયાન જણાવ્યું હતું કે મહિલાઓને પહેલા કરતાં વધુ સુરક્ષિત કરવી પડશે. મારી પુત્રી સાથે થયેલા દુર્વ્યવહારને કારણે હું મારી દીકરીના શરીરની ઓળખ કરવા પણ સક્ષમ નહોતો. કોઈ પ્રાણી સાથે પણ આવુ વર્તન નથી કરાતું જેવું અમારી દીકરીઓ સાથે થયું. મને આશા છે કે સત્ય બહાર આવશે. હું લોકોને અમારી સાથે ઉભા રહેવા વિનંતી કરું છું."
Related Articles
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ્રી, પુતિન-ઝેલેન્સ્કીને ફોન કરી આપી મોટી ઓફર
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ...
Jul 05, 2026
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન અંગે દાવ
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ...
Jul 03, 2026
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ ઊઠાવ્યા
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4...
Jul 01, 2026
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવા દક્ષિણ કોરિયાનું 576 અબજ ડોલરનું જંગી રોકાણ
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્ર...
Jun 30, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026
04 July, 2026
03 July, 2026
03 July, 2026