4 હજાર ટન કોલસો કદાચ વરસાદમાં વહી ગયો, હાઈકોર્ટે ઝાટકણી કાઢતા મંત્રીનો ઉડાઉ જવાબ
July 29, 2025
મેઘાલયમાં અચાનક 4000 ટન કોલસાનો ગુમ જથ્થો ચર્ચાનો વિષય બન્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ મેઘાલયના મંત્રીએ કોલસા ગુમ થવા પાછળનું કારણ ધોધમાર વરસાદ ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, મૂશળધાર વરસાદના કારણે કોલસો પાણીના પ્રવાહમાં વહી ગયો છે. મેઘાલય હાઈકોર્ટે રાજ્ય સરકારને કોલસો ગુમ કરનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. મેઘાલય સરકારે આબકારી મંત્રી કિરમેન શાયલાએ ચોંકાવનારો જવાબ આપ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન મેઘાલયે આબકારી મંત્રી કિરમેન શાયલાએ જણાવ્યું હતું કે, મેઘાલયમાં મૂશળધાર વરસાદ થયો હતો. જેના લીધે કદાચ કોલસો (4000 ટન) પાણીમાં વહી ગયો હશે. તેની શક્યતા વધુ જણાઈ રહી છે. હું માત્ર વરસાદને કારણભૂત નથી ગણાવી રહ્યો, પરંતુ હું સંભાવના વ્યક્ત કરી રહ્યો છું કે, આમ થઈ શકે. તેની પાછળનું વાસ્તવિક કારણ કોઈ જાણતું નથી. કિરમેન શાયલાએ વધુમાં કહ્યું કે, બની શકે કે કોઈ રોજી-રોટી માટે કોલસો લઈ ગયુ હોય. કારણકે, કોઈપણ વ્યક્તિ પોતાના રાજ્યને નુકસાન પહોંચાડી શકે નહીં. સરકારના સાયન્ટિફિક માઈનિંગના વિચારથી રાજ્યમાં તમામ ખુશ હતા. મને લાગે છે, અમારા લોકો આવુ કરી શકે નહીં. તેમણે ખાતરી કરી હતી કે, રાજ્યમાં કોલસાનું માઈનિંગ અને પરિવહન કાયદા અંતર્ગત થઈ રહ્યું છે. તેમજ ઓથોરિટી ગેરકાયદે ગતિવિધિઓ ન થાય તે સુનિશ્ચિત કરી રહી છે. રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદે કોલસા ખાણકામ અને પરિવહનના આરોપો અંગે શાયલાએ કહ્યું કે આવા દાવાઓને સ્થાપિત કરવા માટે નક્કર પુરાવાની જરૂર છે અને આવી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે બહુવિધ વિભાગો જવાબદાર છે. મેઘાલયના રાજાજૂ અને ડિએંગન ગામમાંથી લગભગ 4000 ટન કોલસો ગુમ થઈ ગયો છે. હાઈકોર્ટે 25 જુલાઈના રોજ આ મામલે સુનાવણી કરતાં રાજ્ય સરકારને તપાસના આદેશ આપ્યા હતાં. કોલસાને ગેરકાયદે રીતે ગુમ કરનારા વિરૂદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવાનો આદેશ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે, મેઘાલયમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા 2014 માં કોલસા ખાણકામ અને પરિવહન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમાં પ્રચલિત વ્યાપક અનિયંત્રિત અને અસુરક્ષિત ખાણકામ પ્રથાઓ, ખાસ કરીને વિવાદાસ્પદ ખાણકામ તકનીકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026