વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ૪૫,૦૦૦ હરિભક્તોએ લીધો શાકોત્સવનો પ્રસાદ
February 03, 2026
મધ્ય ગુજરાતના વડતાલમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં રવિવારે શાકોત્સવની ઉજવણી હરખભેર કરવામાં આવી હતી. શાકોત્સવનો પ્રસાદ લેવા હજારો હરિભક્તો ઊમટ્યા હતા. વડતાલ મંદિરના ચૅરમૅન ડૉ. સંતવલ્લભદાસ સ્વામીએ કહ્યું હતું કે ‘સ્વામીનારાયણ ભગવાને લોયામાં સુરા ખાચરના દરબારમાં શાકોત્સવ ઊજવ્યો હતો. આ પરંપરા મુજબ સ્વામીનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ ઊજવાય છે.
વડતાલધામ ખાતે યોજાયેલા શાકોત્સવમાં ૪૫,૦૦૦થી વધુ હરિભક્તોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી.’ આ શાકોત્સવમાં શાક અને વઘારેલી ખીચડી બનાવવા માટે ૨૫૦૦ કિલો રીંગણ, ૪૦૦ કિલો પાપડી, ૩૦૦૦ કિલો વિવિધ પ્રકારની શાકભાજી, ૧૫૦૦ કિલો તેલ, ૧૫૦૦ કિલો મસાલા, ૧૫૦ કિલો ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૨૦૦૦ કિલો બાજરીના રોટલા, ૫૦૦ કિલો ઘઉંની રોટલી, ૧૦૦૦ કિલો ચૂરમાના લાડુ અને ૨૫૦૦ કિલો વઘારેલી ખીચડી પણ બનાવી હતી.
આ ખાદ્યચીજો બનાવવા માટે ૫૦૦ કિલો ગોળ, ૫૦૦ કિલો ખાંડ, ૬૦૦ કિલો ઘીનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત ૫૦૦૦ લીટર છાશ પણ બનાવી હતી તેમ જ ૩૦૦ કિલો આથેલાં મરચાંનો પણ આસ્વાદ સંતો અને હરિભક્તોએ માણ્યો હતો. ઉલ્લેખનીય વાત એ છે કે રોટલા બનાવવા માટે વડોદરા, સુરત, ચરોતર, ભાલની આસપાસનાં ૧૦૦થી વધુ ગામોનાં ૧૦૦૦થી વધુ મહિલાઓ અને પુરુષ હરિભક્તો સેવામાં જોડાયાં હતાં. હરિભક્તોએ હાથે ઘડીને ચૂલા પર રોટલા બનાવ્યા હતા.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026