Breaking News :
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન! એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી

UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ

September 22, 2026

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની ભારતની માંગને હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકનું સમર્થન મળ્યું છે. 81મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન ન્યૂયોર્કમાં પ્રથમ V4-ભારત વિદેશમંત્રી સ્તરની બેઠક યોજાઈ હતી, જેમાં વિદેશમંત્રી એસ. જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્લોવાકિયાના વિદેશમંત્રી જુરાજ બ્લાનારે જણાવ્યું હતું કે V4 દેશો ગ્લોબલ સાઉથ અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતને UNSCના કાયમી સભ્ય તરીકે સામેલ કરવાના સમર્થનમાં એકમત છે.

ભારતની કાયમી સભ્યપદની માંગને ફ્રાન્સ, બ્રિટન અને રશિયા તરફથી પણ સમર્થન મળ્યું છે, જ્યારે અમેરિકાએ પણ સિદ્ધાંતિક રીતે ભારતની કાયમી સભ્યતાને ટેકો આપ્યો છે. ભારત બ્રાઝિલ, જર્મની અને જાપાન સાથે G4 જૂથમાં સામેલ છે અને ચારેય દેશો સુરક્ષા પરિષદના વિસ્તરણ તથા કાયમી સભ્યપદ માટે પરસ્પર દાવાને સમર્થન આપે છે. ભારતનું કહેવું છે કે 1945માં રચાયેલી સુરક્ષા પરિષદની રચના આજની બદલાયેલી વૈશ્વિક વાસ્તવિકતાને અનુરૂપ નથી અને વસ્તી, અર્થતંત્ર તથા વૈશ્વિક પ્રભાવ ધરાવતા વિસ્તારોને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

જયશંકર સાથેની બેઠક બાદ જુરાજ બ્લાનારે ભારતને ગ્લોબલ સાઉથ તથા હિન્દ-પ્રશાંત ક્ષેત્રની ઊભરતી શક્તિ ગણાવી કાયમી સભ્યપદના સમર્થનની વાત કરી હતી. આ બેઠકમાં માત્ર UNSC સુધારા જ નહીં, પરંતુ વિદેશમંત્રીઓની વાર્ષિક બેઠક, વાર્ષિક વેપાર મંચ, ટેકનોલોજી અને નવીનતા, સંશોધન, શિક્ષણ, સંરક્ષણ, અવકાશ, જોડાણ તથા લોકો વચ્ચેના સંપર્કો વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી.

ચારેય દેશો સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ રહી હતી. ખાસ કરીને ભારત અને V4 દેશો વચ્ચે વાર્ષિક વેપાર મંચ તથા વિદેશમંત્રીઓની નિયમિત બેઠક યોજવા સંમતિ થઈ છે. જોકે ચાર દેશોનું સમર્થન ભારતની કાયમી સભ્યપદની માંગને રાજદ્વારી બળ આપે છે, પરંતુ UNSCમાં સુધારા માટે વ્યાપક આંતરરાષ્ટ્રીય સહમતી અને સંયુક્ત રાષ્ટ્રના બંધારણમાં ફેરફારની પ્રક્રિયા જરૂરી રહેશે.